મોડાસાની ધી બ્રહ્મર્ષિ કો.ઓ.સો.લી ડીરેકટરો ની સામાન્ય ચૂંટણી બિનહરીફ જાહેર. - At This Time

મોડાસાની ધી બ્રહ્મર્ષિ કો.ઓ.સો.લી ડીરેકટરો ની સામાન્ય ચૂંટણી બિનહરીફ જાહેર.


મોડાસાની ધી બ્રહ્મર્ષિ કો.ઓ.સો.લી ડીરેકટરો ની સામાન્ય ચૂંટણી બિનહરીફ જાહેર

2284 સભાસદો ધરાવતી મંડળી સમરસ થતા બ્રહ્મ સમાજ મા આનંદ ની લાગણી છવાઈ

અરવલ્લી જીલ્લા ના મુખ્ય મથક મોડાસા શહેર મા આવેલી 25 વર્ષ થી નામાંકિત ધી બ્રહ્મર્ષિ કો.ઓ. સોસાયટી ની જાહેર થયેલ ડીરેકટર ની સામાન્ય ચૂંટણી મા સામાન્ય પુરુષ ની 12 ,મહિલા માટે 2 અને અનુસુચિત જનજાતિ ની 1 સીટ માટે કુલ 28 ઉમેદવારો એ દાવેદારી કરી હતી જેમા સામાન્ય પુરુષ માટે કુલ 23 ફોર્મ ભરાયા હતા જેમા 3 ફોર્મ ટેકનીકલ કારણોસર રદ થતા 20 ફોર્મ માન્ય થયા હતા જ્યારે મહિલા વિભાગ મા 4 ઉમેદવારો માન્ય થર્યા હતા જ્યારે અનુસુચિત જનજાતિ માટે માત્ર એક ફોર્મ ભરાતા ચૂટણી અધિકારી હરિહર પ્રસાદે અ.જ.જા ઉમેદવાર બિનહરીફ ચૂટાયેલ જાહેર કરેલ. પુરુષ ડીરેકટર માટે 20 અને મહિલા ડીરેકટર માટે 4 ઉમેદવારો રહયા હતા યુવા ઉમેદવારો અને પૂર્વ ડીરેકટરોએ એ પણ ચૂટણી મા ઝંપલાવતા ચૂંટણી રસપ્રદ બની હતી . સામાન્ય પુરુષ ની 12 અને મહિલા વિભાગ ની 2 સીટ માટેની ચૂંટાણી મા ઉમેદવારી ફોર્મ પરત ખેચવાની 25 તારીખે બ્રહ્મ સમાજ ના અગ્રણીઓ અને ડીરેકટરોએ પોતાની કોઠાસુઝ થી ઉમેદવારો ની એકસુત્રતા રાખી સમાજ ની એકતા અખંડિત રહે તે હેતુ થી 8 ઉમેદવારો એ પોતાના ઉમેદવારીપત્ર પરત લેતા ચૂટણી અધિકારીએ ડીરેકટર પદ ની સમગ્ર ચૂંટણી બિનહરીફ જાહેર કરેલ.મોડાસા ની પ્રતિષ્ઠીત ધી બ્રહ્મર્ષિ કો.ઓ.સો.લી ની સામાન્ય ડીરેકટર ની ચૂટણી સમરસ થતા અરવલ્લી જીલ્લા બ્રહ્મ સમાજ અને સભાસદો મા આનંદ ની લાગણી છવાઈ ગઈ હતી. મંડળી ના સૌ બિનહરીફ ચૂંટાયેલ ડીરેકટરોએ ઉમેદવારી પરત લઈ સમાજ ની એકતા ના દર્શન કરાવનાર ઉમેદવારો, પૂર્વ ડીરેકટરો અને સમાજ ના સૌ અગ્રણીઓ નો આભાર વ્યક્ત કર્યો હતો. ધી. બ્રહ્મર્ષિ કો.ઓ.સો.લી ની ચૂંટાયેલ ટીમ લિંભોઈ ના પૂર્વ સરપંચ અને અગ્રણી હિતેન્દ્ર ભાઈ જોષી, રાજુભાઈ ઉપાધ્યાય, જાણીતા ધારાશાસ્ત્રી પ્રદીપભાઈ ઉપાધ્યાય, અખિલ હીન્દ ત્રિવેદી મોડાસા વિભાગ ટ્રસ્ટ ના પ્રમુખ ભદ્રેશ ભાઈ ઉપાધ્યાય, કેતનભાઈ ત્રિવેદી, કમલેશભાઈ ત્રિવેદી (લિંભોઈ), રીન્કુ ત્રિવેદી, રુષભ ઉપાધ્યાય એ શુભકામનાઓ પાઠવી હતી.આ સમગ્ર ચૂંટણી પ્રકિયા મા ચૂંટણી અધિકારી શ્રી હરીહર પ્રસાદ ભટ્ટે પારદર્શક રીતે કામગીરી કરી હતી.
જીતેન્દ્ર ભાટીયા, 9429180079.
મોડાસા, અરવલ્લી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon