જિયોને ટક્કર આપી રહ્યો છે એરટેલનો આ નવો પ્લાન – AT THIS TIME

જિયોને ટક્કર આપી રહ્યો છે એરટેલનો આ નવો પ્લાન

, રિલાયન્સ જિયોને ટક્કર આપવા અને યુઝર્સને પોતાની તરફ આકર્ષિત કરવા માટે એરટેલે નવો પ્લાન પ્રસ્તુત કર્યો છે. આ પ્લાનની કિંમત ૩૯૮ રૂપિયા અને વેલીડીટી ૭૦ દિવસની છે. નવા પ્લાનમાં યુઝર્સને ડેટા અને કોલિંગની સુવિધા મળશે. એરટેલનો આ પ્લાન દેશના બધા સર્કલ માટે લોન્ચ કરવામાં આવ્યો છે. માનવામાં આવી રહ્યું છે કે, આ પ્લાનની ટક્કર જિયોના ૩૯૮ રૂપિયા વાળા પ્લાનથી થશે.
એરટેલ ૩૯૮ રૂપિયા
એરટેલના આ પ્લાનની વેલીડીટી ૭૦ દિવસની છે. આ પ્લાનમાં યુઝર્સને અનલીમીટેડ વોઈસ કોલિંગનો લાભ ફ્રી નેશનલ રોમિંગ સાથે મળે છે. આ પ્લાનમાં યુઝર્સને પ્રતિદિવસ ૧.૫ જીબી ડેટાનો લાભ મળે છે. એટલે કુલ મળીને ૧૦૫ જીબી ડેટાનો લાભ મળશે.
જિયોનો મુકાબલો
એરટેલના આ નવા પ્લાનનો મુકાબલો જિયોના ૩૯૮ રૂપિયા વાળા પ્લાનથી થશે. આ પ્લાનમાં યુઝર્સને અનલીમીટેડ વોઈસ કોલિંગ, ફ્રી નેશનલ રોમિંગ અને પ્રતિદિવસ ૧૦૦ ફ્રી એસએમએસનો પણ લાભ મળશે. તમને જણાવી દઈએ કે, આ પ્લાનની વેલીડીટી ૭૦ દિવસની છે. એવામાં જોવાનું રહેશે કે, એરટેલનો નવો પ્લાન જિયોના આ પ્લાનને કેટલી ટક્કર મળશે.
.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
Translate »