નર્મદાના અપૂરતા નીર મળતાં રાજકોટના પાંચ વોર્ડમાં વિતરણ ખોરવાયું - At This Time

નર્મદાના અપૂરતા નીર મળતાં રાજકોટના પાંચ વોર્ડમાં વિતરણ ખોરવાયું


રૈયાધાર પમ્પીંગ સ્ટેશન પર આજે રાજકોટને જરૂરિયાત મુજબ પૂરતા પ્રમાણમાં નર્મદાના નીર મળ્યાં ન હતા.
જેના કારણે પાંચ વોર્ડમાં વિતરણ વ્યવસ્થા ખોરવાયું જવા પામી હતી. જ્યાં સુધી ભાજપના શાસકોને રાજકોટવાસીઓના મતની જરૂરિયાત હતી ત્યાં સુધી એક પણ દિવસ નર્મદાના નીરમાં કોઇપણ પ્રકારનો કાપ મૂકવામાં આવ્યો ન હતો. છેલ્લા 35 દિવસમાં એકાદ દિવસને બાદ કરતા પાણી વિતરણ વ્યવસ્થા સંપૂર્ણપણે વ્યવસ્થિત ચાલી હતી પરંતુ જેવું ચૂંટણીનું પરિણામ આવ્યું કે બીજા જ દિવસે પાણીના ધાંધિયા સર્જાવવાનું શરૂ થઇ ગયું છે.
જે રાજકોટવાસીઓએ ભાજપના ઉમેદવારોને ઐતિહાસિક લીડ આપી વિજેતાઓના આંખમાં હર્ષના આંસુ લાવી દીધા તેજ ભાજપે પરિણામના બીજા જ દિવસે પાણીની હાડમારી સર્જી લોકોની આંખો ભીની કરી દીધી, આજે રૈયાધાર પમ્પીંગ સ્ટેશન પર પૂરતા નર્મદાના નીર ન મળવાના કારણે શહેરના વોર્ડ નં. 1, વોર્ડ નં. 2, વોર્ડ નં. 8, વોર્ડ નં. 9 અને વોર્ડ નં. 10ના અનેક વિસ્તારોમાં નિર્ધારિત સમય કરતા ત્રણ કલાક મોડું પાણી આપવામાં આવતા ગૃહિણીઓમાં જબ્બરો દેકારો બોલી ગયો છે. વિકાસના નામે મત માંગનાર ભાજપના શાસકો રાજકોટવાસીઓને કાયમી પાણીનું સુખ પણ આપી શકતા નથી


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon