બાલાસિનોર પોલીસ દ્વારા લોન ધિરાણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું
મહિસાગર જિલ્લાના બાલાસિનોર પોલીસ દ્વારા બાલાસિનોર આર્ટસ એન્ડ કોમર્સ કોલેજનાં હોલ ખાતે તમામ રાષ્ટ્રીયકૃત તથા સહકારી બેંકના સૌજન્ય થી લોન/ધિરાણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું.
કાર્યક્રમમાં મહીસાગર જિલ્લાના ના.પો. અધિ.શ્રી પી. એસ.વડવી સાહેબ તથા બાલાસિનોરના પો. ઈ.શ્રી એ. એન.નિનામા સાહેબ તથા બાલાસિનોરના ધારાસભ્યશ્રી માનસિંહ ચૌહાણ તથા બાલાસિનોર નગર પાલિકા ના પ્રમુખ ભુપેન્દ્ર ચૌહાણ તથા તાલુકા પંચાયત ના પ્રમખશ્રી ના પ્રતિનિધિ કિરીટસિહ ચૌહાણ તેમજ રાષ્ટ્રીયકૃત તથા સહકારી બેંકના મેનજર શ્રી ઓ હાજર રહ્યા હતા.જેથી બાલાસિનોર તાલુકાના જરૂરિયાત મંદ નાગરિકો કે જે ઓ લઘુઉધોગ તથા ટાઉન વિસ્તારમાં ફેરિયા,લારી ગલ્લા, પ્લમ્બર તથા વેલ્ડર તરીકે રોજગારી મેળવતા અને નાની દુકાન તથા ખેતી તેમજ દુધાળાં પશુના વ્યવસાય સાથે સંકળાયેલ પશુપાલકો તથા ખેડૂતો કેમ્પમાં જરૂરી પુરાવા સાથે હાજર રહી રાષ્ટ્રીયકૃત તથા સહકારી બેંકના અધિકારી શ્રી ઓ દ્વારા લોન /ધિરાણ માટે અરજી કેવી રીતે કરવી બેન્કો માંથી લોન કેવીરીતે મેળવી શકાય તેની વિસ્તૃત જાણકારી આપી. જેથી બાલાસિનોર તાલુકાના જરૂરિયાત મંદ નાગરિકો વધુમાં વધુ સંખ્યામાં લોન ધિરાણ નો લાભ લે તેની ઉપસ્થિત દરેક મહાનુભાવો દ્વારા તથા મહિસાગર જિલ્લા બાલાસિનોર પોલીસ વતી વિસ્તૃત જાણકારી આપવામાં આવી.તથા જે લાભાર્થીઓએ લોન મેળવી હતી તેવા તમામ લાભાર્થીઓ ને ઉપસ્થિત મહાનુભાવો દ્વારા ચેક વિતરણ કરવામાં આવ્યા.
રિપોર્ટર છત્રસિંહ ચૌહાણ બાલાસિનોર
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.