પુત્રએ આપઘાત કરી લીધા બાદ માતાએ આપઘાતનો પ્રયાસ કર્યો - At This Time

પુત્રએ આપઘાત કરી લીધા બાદ માતાએ આપઘાતનો પ્રયાસ કર્યો


પૂજારા પ્લોટમાં 2દી’ પૂર્વે ફાંસો ખાઇ જિંદગી ટૂંકાવી’તી

શહેરમાં બે દિવસ પહેલાં ધો.12ના વિદ્યાર્થીએ કરેલા આપઘાતના બનાવ બાદ તેની માતાએ ગુરુવારે સવારે આપઘાતનો પ્રયાસ કર્યો છે. પૂજારા પ્લોટ-8માં પ્રેસિયસ એપાર્ટમેન્ટમાં રહેતા અને તાજેતરમાં ધો.12ની પરીક્ષા આપનાર સુજલ મનીષભાઇ જોષી નામના 20 વર્ષીય યુવાને મંગળવારે રાતે ગળાફાંસો ખાઇ જિંદગી ટૂંકાવી લીધી હતી. લાંબા સમય બાદ પુત્ર બહાર નહિ આવતા રૂમમાં જોવા ગયા હતા. જ્યાં પુત્રને લટકતી હાલતમાં જોતા તુરંત નીચે ઉતારી 108ને બોલાવી હતી. પરંતુ સુજલે સારવાર પૂર્વે જ દમ તોડી દીધો હોવાનું 108ની ટીમે જાહેર કર્યું હતું.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.