મહીસાગર જિલ્લામાં નારી વંદના ઉત્સવ અને મહીલા સુરક્ષા દિવસની ઉજવણી જિલ્લા પંચાયત પ્રમુખશ્રીમતી રમીલાબેન ડામોરના અધ્યક્ષ સ્થાને કરાઇ - At This Time

મહીસાગર જિલ્લામાં નારી વંદના ઉત્સવ અને મહીલા સુરક્ષા દિવસની ઉજવણી જિલ્લા પંચાયત પ્રમુખશ્રીમતી રમીલાબેન ડામોરના અધ્યક્ષ સ્થાને કરાઇ


મહીસાગર જિલ્લામાં નારી વંદના ઉત્સવ અને મહિલા સુરક્ષા દિવસની ઉજવણી અંતર્ગત ઘરેલું હિંસા અધિનિયમ અંગે જાગૃતિ સેમીનાર અને કાયદાકીય માર્ગદર્શન પી.એન.પંડ્યા આર્ટસ કલૉજ લુણાવાડા ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી રમીલાબેન ડામોરના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો.
આ પ્રસંગે પંચાયત પ્રમુખ શ્રીમતી રમીલાબેન ડામોરે જણાવ્યું કે, આજે દેશના તમામ ક્ષેત્રોમાં મહીલાઓ આગળ છે. દેશના નિર્માણમાં મહીલાઓનું સ્થાન પુરૂષો જેટલું જ મહત્વનું છે. જ્યાં નારીનું સન્માન થાય છે ત્યાં દેવોનો વાસ હોય છે. દુનિયામાં દરેક ક્ષેત્રમાં મહિલાઓ પોતાનું યોગદાન આપી રહી છે. પરંતુ આજની ૨૧મી સદીમાં પણ આપની નજર સામે કેટલાય ઘરેલું હિંસાના કેસ જોવા મળે છે અને આપણે તેને સામાન્ય ગણી અવગણી નાખીએ છીએ. આ અવગણના હિંસા કરનારને પ્રોત્સાહન આપે છે. પરંતુ આજે મહિલા સુરક્ષા દિનની ઉજવણી કરતા લોકોને સમજાવવામાં આવ્યું કે આ ઘરેલું હિંસા યોગ્ય નથી. તેની સામે અવાજ ઉઠાવી તેનો વિરોધ કરવો જોઈએ.
આ પ્રસંગે પોલીસ ઇન્સ્પેકટર શ્રીમતી ડી.કે.ઠાકરે સાયબર ક્રાઇમ તથા SHE ટીમની કામગીરી અંગેની તેમજ મહિલા લક્ષી કાયદાઓ અંગેની સમજ આપી હતી.
દહેજ પ્રતિબંધક અધિકારીશ્રી પંકજભાઇ પટેલે ઘરેલું હિંસા અધિનિયમ-૨૦૦૫ વિશે જાણકારી આપી કોલેજની વિદ્યાર્થીનીઓને સરકાર અને કાયદા દ્વારા મહિલાઓ માટે અભયમ, દહેજ વિરોધી કાયદા, ત્રિપલ તલાક વિરોધી કાયદા, સખી વન સ્ટોપ સેન્ટર, સુરક્ષા સેતુ , સેલ્ફ ડિફેન્સ સહિત ઘણી બધી સુરક્ષા કામગીરી ચલાવવામાં આવે છે તેમ જણાવ્યું હતું.
આ કાર્યક્રમમાં કોલેજના પ્રોફેસરશ્રીઓ, મહિલા અને બાળ વિકાસ અધિકારી શ્રીના કર્મચારીશ્રીઓ, ૧૮૧- મહિલા અભયમ હેલ્પલાઇના શ્રી રેખાબેન ડામોર સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા.

ભીખાભાઈ ખાંટ
મહીસાગર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.