અગ્નિપથ યોજનાનો કચ્છ જિલ્લા કોંગ્રેસ દ્વારા વિરોધ - At This Time

અગ્નિપથ યોજનાનો કચ્છ જિલ્લા કોંગ્રેસ દ્વારા વિરોધ


ભુજ,સોમવારકેન્દ્ર સરકાર દ્વારા અગ્નિપાથ યોજનાની જાહેરાત કરાઈ છ ત્યારે આ યોજનાનો દેશના ઘણાં રાજ્યોમાં વરોધ થઈ રહ્યો છે. તેવામાં ગુજરાત કોંગ્રેસ સમિતિના આદેશ મુજબ કચ્છ સહિત રાજ્યભરમાં કોંગ્રેસ દ્વારા અગ્નિપાથ યોજનાનો વિરોધ કરી ભુજમાં જ્યુબિલી ગ્રાઉન્ડ ખાતે ધરણાં કરવામાં આવ્યા હતા.આ અંગેની વિગતો મુજબ કચ્છ જિલ્લા કોંગ્રેસના પ્રભારી ચેતનભાઈ જોષીએ જણાવ્યું હતું કે, સરકાર દ્વારા ખેડૂત બિલ પાસ કરાયું હતું. ત્યારે દેશના કિસાનો રસ્તા ઉપર ઉતરી આવશે. બિલ પરત ખેંચાયું હતું હાલમાં કેન્દ્ર સરકાર દ્વારા અગ્નિપાથ યોજનાની જાહેરાત કરાઈ છે જેમાં ૪ વર્ષ બાદ નિવૃત્ત થવું પડશે. આ યોજના દેશના યુવાનો માટે મજાક સમાન છે. ઘણાં યુવાનો આર્મીમાં ભરતી થવા ત્રણાથી ચાર વર્ષ મહેનત કરતા હોયછે ત્યારે આવી યોજનાની જાહેરાત કરીને યુવાનો સાથે અન્યય કરવામા આવી રહ્યો છે. ત્યારે પ્રદેશની સૂચના મુજબ સમગ્ર રાજ્યભરમાં આ યોજનાના વિરોધમાં શાંતિપૂર્ણ ધરણાં કરવામાં આવ્યો છે.ભુજ શહેર કોંગ્રેસના પ્રમુખ કિશોરદાનભાઈ ગઢવીએ જણાવ્યું કે, વર્તમાનની કેન્દ્ર સરકાર જ્યારે સત્તામાં આવવા માંગતી હોય છે ત્યારે મોટી મોટી રોજગારી આપવાની વાતો કરી યુવાનોને ગુમરાહ કર્યા હતા અને હવે અગ્નિપાથ જેવી યોજનાની જાહેરાત કરીને દેશભરના યુવાનો સાથે મજક કરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, સત્તામાં આવવા પહેલા બે કરોડ યુવાનોને રોજગારી આપવાની માત્ર ચૂંટણીલક્ષી જાહેરાત કરાઈ હતી. પરંતુ સત્તામાં આવ્યા બાદ કોઈપણ પ્રકારની ભરતીઓ નાથી કરાઈ યુવાનો દિવસોદિવસ બેરોજગાર થતા જાય છે. આ અગ્નિપાથ યોજનાનો ઉપસિૃથત તમામ આગેવાનો દ્વારા સખત વિરોધ કરવામાં આવ્યો હતો. તાથા સરકાર નહીં જાગે તો આ લડાઈ ગ્રામ્ય શહેરી સ્તર સુાધી વિસ્તારી ઉગ્ર બનાવાની વાત પર ભાર મુકાયો હતો.મુન્દ્રામાં કોંગ્રેસ દ્વારા ધરણાંયુવાનો વિરોધી સરકારની નીતિનો વિરોધ કરવા માંડવી વિાધાનસભા બેઠકના કોંગ્રેસના આગેવાનોએ મુન્દ્રાના ડૉ.આંબેડકર સર્કલ પાસે બે કલાક ધરણા યોજી વિરોધ દર્શાવ્યો હતો.આ ધરણામાં માંડવી બેઠકના પ્રભારી પી.સી. ગઢવી જિલ્લા એન.એ.યુ.આઈ.ના પૂર્વ પ્રમુખ ઋષિરાજસિંહ જાડેજા સહિતના કોંગ્રેસના આગેવાનો જોડાયા હતા.નલિયામાં ધરણાંઅબડાસા વિાધાનસભાના અબડાસા, લખપત, નખત્રાણાના કોંગ્રેસના આગેવાનો દ્વારા યુવાનોને પહેલાની જેમ જ આર્મીની દેશ સેવાની તક મળે એવી માંગ સાથે પ્રતિક ધરણા નલિયામાં કરવામાં આવ્યા હતા. ધરણામાં અબડાસા તાલુકા કોંગ્રેસ પ્રમુખ અજીતસિંહ જાડેજા તેમજ અન્ય આગેવાનો હાજર રહ્યા હતા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.