કોઠા ગામેથી 10 ફૂટના મગરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું.
શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન દ્વારા સંચાલિત મુક્તજીવન ડિઝાસ્ટર મેનેજમેન્ટ એન્ડ રેસ્ક્યુ ટ્રેનિંગ એકેડમી શહેરા અને શહેરા વન વિભાગ દ્વારા અંદાજિત 10 ફૂટના મગરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું.
આ મગર પાનમ ડેમ વિસ્તારના કોઠા ગામમાં રહેણાંક વિસ્તારમાં આવી ગયેલ હતો . જેની જાણ ગ્રામ્ય વિસ્તારના લોકો દ્વારા વન વિભાગને કરવામાં આવી હતી. અને આર.એફ.ઓ આર.વી પટેલ સાહેબના માર્ગદર્શન હેઠળ વન વિભાગ ની ટીમ અને મુક્તજીવન ડિઝાસ્ટર મેનેજમેન્ટ એન્ડ રેસ્ક્યુટ ટ્રેનિંગ એકેડમી ના મંજિત વિશ્વકર્મા દ્વારા મગરનું રેસ્ક્યુ કરીને સહી સલામત પાનમ ડેમ વિસ્તારના નદીમાં છોડી દેવામાં આવ્યો હતો.
રિપોર્ટ વિનોદ પગી પંચમહાલ
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.