રાજકોટ મર્ડરના આરોપી તરીકે બાળકિશોરને ગણતરીના કલાકોમાં પકડી કાર્યવાહી કરતી ક્રાઈમ બ્રાંચ. - At This Time

રાજકોટ મર્ડરના આરોપી તરીકે બાળકિશોરને ગણતરીના કલાકોમાં પકડી કાર્યવાહી કરતી ક્રાઈમ બ્રાંચ.


રાજકોટ શહેર તા.૧૭/૩/૨૦૨૫ ના રોજ રાજકોટ શહેરમાં ગઇકાલ તા.૧૬/૩/૨૦૨૫ ના રાત્રીના આશરે 8:30 વાગ્યાના સમયે રાજકોટ તાલુકાના ત્રંબા ગામ નજીક આવેલ વડાલી ગામ ખાતે મર્ડરનો બનાવ બનેલ હોય જેમાં આરોપી તરીકે કાયદાના સંઘર્ષમાં આવેલ બાળકિશોરનું નામ જાહેર થયેલ હોય અને આ અંગે રાજકોટ શહેર આજીડેમ પોલીસ સ્ટેશન BNS કલમ-૧૦૩(૧), તથા જી.પી.એકટ કલમ-૧૩૫(૧) મુજબનો ગુન્હો દાખલ થયેલ હોય અને આ ગુન્હાની ગંભીરતાને ધ્યાને લઈ આ કામે કાયદાના સંઘર્ષમાં આવેલ બાળકિશોરને પકડવા માટે રાજકોટ શહેર પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા તથા અધિક પોલીસ કમિશનર મહેન્દ્ર બગરીયા તથા નાયબ પોલીસ કમિશનર (ક્રાઇમ) ડો.પાર્થરાજસિંહ ગોહિલ તથા મદદનીશ પોલીસ કમિશનર (ક્રાઇમ) ભરત.બી.બસીયા નાઓએ આ અંગે અસરકારક પરીણામલક્ષી કામગીરી કરવા માટે જરૂરી સુચનાઓ આપેલ હોય. ઉપરોકત સુચના અન્વયે ક્રાઈમ બ્રાંચ P.I એમ.આર.ગોંડલીયા તથા એમ.એલ.ડામોર તથા સી.એચ.જાદવ નાઓએ અલગ-અલગ ટીમો બનાવી, જાહેર થયેલ કાયદાના સંઘર્ષમાં આવેલ બાળકિશોર ની તપાસ કરવા માટે અલગ-અલગ દિશામાં ટીમો મોકલી જરૂરી તપાસ કરવામાં આવી. આજરોજ તા.૧૭/૩/૨૦૨૫ ના રોજ P.I એમ.આર.ગોંડલીયા તથા એમ.એલ.ડામોર, સી.એચ.જાદવ ના સીધા માર્ગદર્શન તેમજ સુપરવિઝન હેઠળ DCB પોલીસ સ્ટેશનના PSI એમ.કે.મોવલીયા તેમની ટીમના પોલીસ સ્ટાફના માણસો તપાસમાં હોય, રણજીતસિંહ પઢારીયા, સંજયભાઇ દાફડા, કનકસિંહ સોલંકી, રામશીભાઈ કાળોતરા, પ્રદીપસિંહ જાડેજા ને ખાનગીરાહે મળેલ ચોક્કસ હકીકતના આધારે કાયદાના સંઘર્ષમાં આવેલ બાળકિશોરને ૮૦ ફુટ રોડ પર આવેલ આંબેડકરનગર ખાતેથી મળી આવતા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.

રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.


9824928038
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image