રાજકોટ મહાનગરપાલિકા દ્વારા “પ્રજાસત્તાક પર્વ” રેસકોર્ષ ખાતે ભવ્ય “લોકડાયરો” યોજાયો. - At This Time

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા “પ્રજાસત્તાક પર્વ” રેસકોર્ષ ખાતે ભવ્ય “લોકડાયરો” યોજાયો.


રાજકોટ શહેર તા.૨૬/૧/૨૦૨૫ ના રોજ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા “પ્રજાસત્તાક પર્વ” ની ઉજવણીના ભાગરૂપે ગઈકાલે તા.૨૫/૧/૨૦૨૫, શનિવારના રોજ રાત્રે ૮:૩૦ કલાકે, કવિ શ્રી રમેશ પારેખ રંગદર્શન, રેસકોર્ષ ગ્રાઉન્ડ ખાતે ભવ્ય “લોકડાયરા” યોજાયો. આ કાર્યક્રમમાં લોક સાહિત્યકાર કિર્તિદાનભાઈ ગઢવી તથા હાસ્ય કલાકાર ધીરૂભાઈ સરવૈયા પોતાની વાણીથી શહેરીજનોને તરબોળ કરાવ્યા. આ “લોકડાયરા” નું દિપ પ્રાગટ્ય રાજકોટના સાંસદ પરસોતમભાઈ રૂપાલાના વરદ્ હસ્તે કરી, “લોકડાયરા” નો શુભારંભ કરવામાં આવેલ. આ કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને મેયર નયનાબેન પેઢડીયા ઉપસ્થિત રહેલ. આ “લોકડાયરો” કાર્યક્રમમાં સાંસદ પરસોતમભાઈ રૂપાલા, મેયર નયનાબેન પેઢડીયા, ધારાસભ્ય ડૉ.દર્શિતાબેન શાહ, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર, મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા, દંડક મનિષભાઈ રાડીયા, સમાજ કલ્યાણ સમિતી ચેરમેન સુરેન્દ્રસિંહ વાળા, કોર્પોરેટર વિનુભાઈ સોરઠીયા, નાયબ મ્યુનિસિપલ કમિશનર હર્ષદ પટેલ, રાજકોટ મહાનગરપાલિકાના અધિકારી-કર્મચારીઓ, પ્રેસ-મીડિયાના પ્રતિનિધિઓ, સંગઠનના હોદેદારો તેમજ બહોળી સંખ્યામાં શહેરીજનો ઉપસ્થિત રહેલ. આ કાર્યક્રમમાં સાંસદ પરસોત્તમભાઈ રૂપાલાએ રામ-રામના નાદ સાથે પ્રાસંગિક ઉદબોધન કરતા જણાવેલ કે, આજના પ્રજાસતાક પર્વની રાજકોટ વાસીઓને ખુબ ખુબ શુભેચ્છા પાઠવું છું. રાજકોટ મહાનગરપાલિકાની વર્ષો જૂની પરંપરા રહી છે કે પ્રજાસતાક પર્વની પૂર્વ સંધ્યાએ શહેરીજનો માટે કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. આજના આ કાર્યક્રમમાં નાના-નાના ભૂલકાઓને લઈને આવેલ વાલીઓનો હું ખુબ ખુબ ધન્યવાદ માનું છું, કારણ કે આ ભૂલકાઓને નાનપણથી જ આપણા દેશની સંસ્કૃતિ, દેશના વીરોએ આપેલ બલિદાન અને આપણા વારસા વિષે માહિતી મળે છે. આ પ્રકારના ડાયરામાં બલિદાન, ત્યાગ અને દેશની સંસ્કૃતિની વાતો થાય છે જેના માધ્યમથી આપણી સંસ્કૃતિના પ્રસંગો યાદગાર થાય છે. આપણી સંસ્કૃતિ વિશ્વમાં આખામાં પ્રસિધ્ધ છે જેનું એક ઉદાહરણ આપણે અત્યારે જોઈ રહ્યા છીએ, આજે પ્રયાગરાજમાં આયોજિત કુંભમેળાની વિશ્વ આખું નોંધ લઇ રહ્યું છે. આવો સૌ સાથે મળીને લોકડાયરાની મોજ માળીએ. આ કાર્યક્રમમાં પ્રાસંગિક ઉદબોધન કરતા મેયર નયનાબેન પેઢડીયાએ જણાવેલ કે, સૌ પ્રથમ તો હું શહેરીજનોને પ્રજાસત્તાક પર્વની ખુબ ખુબ શુભેચ્છા પાઠવું છું. ભારત દેશ આઝાદ થયો તેને ૭૫ વર્ષ પૂર્ણ કરી, આપણે અમૃતકાળ તરફ આગળ વધી રહ્યાં છીએ. આ અવસરે આપણે સૌએ “આઝાદી કા અમૃત મહોત્સવ” ની હોંશભેર ઉજવણી કરી. આજે આપણો ભારત દેશ વિશ્વભરમાં આદરપૂર્ણ ઉચ્ચ સ્થાન હાંસલ કરી શક્યો છે અને વિકાસની એક નવી પરિભાષા આલેખી રહ્યો છે. દેશના આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સતત ત્રીજી વાર નેતૃત્વવાળી કેન્દ્ર સરકાર અને રાજ્યના આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈના નેતૃત્વવાળી રાજ્ય સરકાર એમ ડબલ એન્જીનની સરકાર દ્વારા અનેકવિધ વિકાસલક્ષી પ્રોજેક્ટ્સ અને યોજનાઓના લાભો લોકોને મળી રહ્યા છે અને તેના માધ્યમથી લોકોના જીવનધોરણમાં પ્રગતિકારક સુધારો આવી રહ્યો છે. ‘વિકસિત ભારત એટ ૨૦૪૭’ માટે વિકસિત ગુજરાતના ધ્યેયમંત્ર સાથે રાજ્ય સરકારે ‘વિકસિત ગુજરાત એટ ૨૦૪૭’નો ડાયનેમિક વિઝન ડૉક્યુમેન્ટ-રોડમૅપ આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના દિશાદર્શનમાં તૈયાર કરેલો છે. આપણા આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વવાળી કેન્દ્ર સરકાર અને ગુજરાતના આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વવાળી રાજ્ય સરકારના સહયોગથી રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરમાં અટલ સ્માર્ટ સિટી-રાજકોટ, સાંઢીયા પૂલ ખાતે ફ્લાયઓવર બ્રિજ, કાલાવડ રોડ નવા રિંગ રોડ ચોક ખાતે આઇકોનિક ફ્લાયઓવર બ્રિજ, મવડીમાં ઇન્ડોર ગેમ્સ સ્ટેડિયમ, એશિયાટીક લાયન સફારી પાર્ક, રેલનગર તથા કોઠારીયા રોડ પર નિર્માણાધીન કોમ્યુનિટી હોલ, ભગવતીપરામાં અદ્યતન હાઈસ્કુલ, નવા ફાયર સ્ટેશન, ડી.આઈ.પાઈપલાઈનના કામો, શહેરી ગરીબો માટે આવાસ યોજના જેવા અનેકવિધ કામો હાથ ધરવામાં આવેલ છે.
“સુંદર ભોમ સોરઠ તણી, જ્યાં નિર્મળ વહેતા નીર,
જ્યાં જાહલ જેવી બેનડી, અને નવઘણ જેવો વીર” “લોકડાયરો” એ ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરે છે. સૌરાષ્ટ્રની ઓળખ સમા “લોકડાયરા”ની વાત જ કંઈક અનોખી છે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વિકાસ કામોની સાથે લોકોને તહેવાર દરમ્યાન તથા પ્રસંગોપાત આંતરરાષ્ટ્રીય પતંગોત્સવ, લોકડાયરા તથા મ્યુઝીકલ નાઈટ્સ, હિન્દી હાસ્ય કવિ સંમેલન, યોગ દિવસની ઉજવણી, સૂર્ય નમસ્કાર સ્પર્ધા, આતશબાજી, દિવાળી કાર્નિવલ વગેરે જેવા સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરી શહેરીજનોને મનોરંજન પુરૂ પાડવામાં આવે છે. ૨૬-મી જાન્યુઆરી પ્રજાસત્તાક પર્વની ઉજવણી અંતર્ગત આજે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા “લોકડાયરા”ના કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે. આવા સામાજીક અને સાંસ્કૃતિક કાર્યક્રમોથી રાજકોટ મહાનગરપાલિકા શહેરીજનોને એક મનોરંજન મળે છે. આ “લોકડાયરા” શાબ્દિક સ્વાગત સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન જયમીનભાઈ ઠાકર દ્વારા કરવામાં આવેલ અને મંચસ્થ મહાનુભાવોનું ખાદીના રૂમાલ અને પુષ્પ વડે સ્વાગત સમાજ કલ્યાણ સમિતિ ચેરમેન સુરેન્દ્રસિંહ વાળા દ્વારા કરવામાં આવ્યું. કાર્યક્રમની આભારવિધિ સમાજ કલ્યાણ સમિતિ ચેરમેન સુરેન્દ્રસિંહ વાળા દ્વારા કરવામાં આવેલ. આ લોકડાયરામાં હાસ્ય કલાકાર ધીરુભાઈ સરવૈયા તથા લોકસાહિત્યકાર કીર્તીદાન ગઢવી દ્વારા લોકસાહિત્યના ગીત અને હાસ્યરસથી શહેરીજનોને તરબોળ કરેલા હતા. જેમાં સાહિત્યકાર કીર્તીદાન ગઢવી દ્વારા “દ્વારિકાનો નાથ મારો રાજા રણછોડ....., એરી સખી મંગળ ગાઓ....., ભારત ક બચ્ચા બચ્ચા જય જયશ્રી રામ બોલેગા...., “ સહિતના લોકસાહિત્યના ગીતોની રમઝટ બોલાવી ઉપસ્થિત સૌ નગરજનોને મંત્રમુગ્ધ કરેલ હતા. ધીરુભાઈ સરવૈયાએ પોતાની તળપદી અને કાઠીયાવાડી ભાષામાં હાસ્યરસથી ઉપસ્થિત નગરજનોને હસાવ્યા હતા.

રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.


9824928038
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image