સનાળા ગામે ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા પાણી માટે ગ્રામસભાનું આયોજન.
સનાળા ગામે ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા પાણી માટે ગ્રામસભાનું આયોજન.
અમરેલી જીલ્લાનું કુકાવાવ તાલુકાનું સનાળા ગામમાં ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા વરસાદી પાણીનું યોગ્ય જતન કરવા માટે ગ્રામસભાનું આયોજન કરવામાં આવેલ. આ બેઠકમાં ગ્રામજનો, ખેડૂતો અને સ્થાનિક આગેવાનો ઉપસ્થિતિ રહયા હતા.ગીરગંગા પરિવાર ટ્રસ્ટ ના પ્રમુખ શ્રી દિલીપભાઈ સખીયા એ જણાવેલ કે, ગામના લોકોને ચેકડેમ દ્વારા વરસાદી પાણી કેવી રીતે બચાવવું તે સમજાવ્યું. તેમણે વરસાદી પાણીનું મહત્વ, તેનો સંગ્રહ અને જમીન સ્તરને ઊંચું લાવવા માટે ચેકડેમ કેવી રીતે અસરકારક છે, તે અંગે ગામ લોકોને ને માર્ગદર્શન આપ્યું. તેમણે સમજાવ્યું કે ચેકડેમથી જળસ્તર ઉંચું આવશે, વરસાદી જળનો સંગ્રહ કરવાથી જમીનના અંદરના પાણીનું સ્તર વધશે, ખેતી માટે સતત પાણી ઉપલબ્ધ રહેશે, ખેતી ખર્ચ ઘટશે અને ખેડૂતો એક કરતા વધુ સિઝનમાં ખેતી કરી શકશે.
દરેક લોકો વરસાદી પાણીને સોના કરતા પણ કિંમતી સમજીને, આ કાર્યમાં જોડાઈ જવું જોઈએ, કારણ કે આજે નહીતો કાલે વરસાદી પાણી બચાવ્યા વિના ચાલશે જ નહિ. તો દરેક લોકોએ વરસાદી પાણીને યોગ્ય જતન કરવા વધુમાં વધુ પાણીને જમીનમાં ઉતરે તેના માટે ચેકડેમ બનતા હોઈ તેમાં જોડાવવું જોઈએ, અને વરસાદી પાણીના ટાંકા બનાવીને બોર રિચાર્જ કરવા જોઈએ.સમગ્ર ગુજરાતમા સંપૂર્ણ લોકભાગીદારીથી પૃથ્વીના સમગ્ર જીવસૃષ્ટિના રક્ષણ માટે જમીનના તળમાં બોર-કુવામાં વરસાદી મીઠા પાણીનાં તળ ઊંચા લાવવા, માટે ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા અનેક ચેકડેમ રીપેરીંગ ઊંચા, ઊંડા તેમજ નવા બનાવવામાં આવેલ છે. તથા અમારી સંસ્થા દ્વારા બોર રિચાર્જ ની પ્રક્રિયા પણ કરવામાં સંકલ્પ કરવામાં આવેલ છે.આ ગ્રામસભામાં સનાળા ગામના સરપંચ શ્રી ઉકાભાઈ ચીકાણી, નાથાભાઈ ચીકાણી, દીપકભાઈ સોરઠીયા, રમેશભાઈ રૂપાવટીયા, લાલજીભાઈ ભુવા, જયસુખભાઈ ગજેરા, એભલભાઈ, અરવિંદભાઈ લાવડીયા, રમેશભાઈ ધનાણી, અરવિંદભાઈ ડોબરીયા તેમજ ગીરગંગા પરિવાર ટ્રસ્ટના પ્રમુખશ્રી દિલીપભાઈ સખીયા, પ્રકૃતિ પ્રેમી દિનેશભાઈ પટેલ, પ્રતાપભાઈ પટેલ, જમનભાઈ પટેલ, વિરાભાઈ હુંબલ, રમેશભાઈ ઠક્કર, કૌશિકભાઈ સરધારા, શૈલેશભાઈ જાની વગેરે ભાઈઓ હાજર રહયા હતા.
રિપોર્ટ નટવરલાલ ભાતિયા
આ પ્રકારના તમામ સમાચાર માટેે
