મહેસુલીવહીવટી તંત્રની ટીમે ગેરકાયદેસર થતા દરિયાઈ રેતી ખનનને પકડી પાડી કાર્યવાહી કરી જેમાં ૩ ડમ્પર, ૧-જેસીબી મશીન સહિત કુલ મળીને અંદાજે ૪૦ થી ૪૫ લાખનો મુદામાલ જપ્ત કરી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરાઇ
મહેસુલીવહીવટી તંત્રની ટીમે ગેરકાયદેસર થતા દરિયાઈ રેતી ખનનને પકડી પાડી કાર્યવાહી કરી જેમાં ૩ ડમ્પર, ૧-જેસીબી મશીન સહિત કુલ મળીને અંદાજે ૪૦ થી ૪૫ લાખનો મુદામાલ જપ્ત કરી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરાઇ
પોરબંદરની દરીયાઇપટ્ટીમાં ખૂબ વિશાળ પ્રમાણમાં બિલ્ડીંગ લાઇમ સ્ટોન અને દરિયાઈ રેતી સહિતનું ખનીજ મળી આવે છે. દરિયાઈ કાંઠે આવેલ આ રેતીએ વાવાઝોડા-ખારાશ સામે રક્ષક દિવાલ તરીકે કામ કરી, ખારા પાણીને ફળદ્રપ જમીનમાં ઘુસતા અટકાવે છે. પરંતુ દરિયાઈ રેતીના ગેરકાયદેસર ખનનના પરિણામે દરિયાઈ જીવસૃષ્ટી, મેનગૃવ્સ, અને લેન્ડસ્કેપ વિગેરેને પારાવાર નુકસાન થાય છે. તેના પરિણામે પોરબંદરના પર્યટનને હાની પહોચે છે. તથા જે ગામોમા દરિયાઈ રેતીનું ખનન થાય છે તે ગામોના તળમાં દરિયાઈ ખારાશ ઘુસી જતા તે ગામોના ખેડુતોને ખેતીમાં પણ પારાવાર નુકસાન થાય છે. આથી આવી દરિયાઈ રેતીના ગેરકાયદેસર ખનન તથા હેરફેરને અટકાવવા કલેકટરશ્રી પોરબંદરની સુચના અને માર્ગદર્શન હેઠળ પ્રાંત અધિકારી પોરબંદર તથા તેમની ટીમ તેમજ મામલતદાર પોરબંદર(ગ્રામ્ય)ની ટીમ દ્વારા સંયુક્ત રીતે તા.૨૦/૦૫/૨૦૨૪ના રોજ રાત્રીના સમયે મોજે:-કાંટેલા તા.જી.પોરબંદરના દરિયાકાંઠાના વિસ્તારમાં દરોડો પાડી ગેરકાયદેસર ચાલતા દરિયાઈ રેતીના ખનને પકડી કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં કુલ-૩ ડમ્પર, ૧-જેસીબી મશીન સહિત કુલ મળીને અંદાજે ૪૦ થી ૪૫ લાખનો મુદામાલ જપ્ત કરી આગળની ધોરણસરની કાર્યવાહી માટે ખાણ ખનીજ ખાતાને સોપેલ છે. ઉપરાંત માપણીની પ્રક્રિયા પણ ચાલુ હોય પૂર્ણ થયા બાદ જે તથ્યો ખુલશે તે મુજબ આગળની કડક શિક્ષાત્મક તથા દંડનીય કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. ઉપરાંત આવી ગેરકાયદે ખનનની પ્રવૃતિ પર અંકુશ લાવવા માટે આ પ્રકારની કાર્યવાહી આગળ ઉપર પણ કરવામાં આવનાર છે તેમ નાયબ કલેકટરશ્રી પોરબંદરની યાદીમાં જણાવાયું છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.