આધાર કાર્ડ માં નામ સુધારો કરવામાં લોકોને ભારે હાલાકી ભોગવવી પડે છે બીજા પણ એવા ઘણા ડોક્યુમેન્ટ છે જેમાં નબળાં અને ગરીબ લોકોને હેરાનગતિ ભોગવવી પડે છે - At This Time

આધાર કાર્ડ માં નામ સુધારો કરવામાં લોકોને ભારે હાલાકી ભોગવવી પડે છે બીજા પણ એવા ઘણા ડોક્યુમેન્ટ છે જેમાં નબળાં અને ગરીબ લોકોને હેરાનગતિ ભોગવવી પડે છે


આધાર કાર્ડ બનાવવાનાર એજન્સી ઓના વાંકે આજે લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે કરે કોઈને ભોગવે કોઈ આધાર કાર્ડ બનાવતી વખતે તેમાં નામ અટક માં ખોટા સ્પેલિંગ તેમજ મિડલ નામ નહીં નાખેલ હોય તેવી આધાર નું કામ કરતી એજન્સીઓ ના એવા ઓપરેટર અને એમાં પણ ખાસ icds દ્વારા જે બનાવામાં આવેલા આધાર કાર્ડ માં તો સમસ્યા છે અને તંત્ર દ્વારા યોગ્ય નિરીક્ષણ ના કરવાનાં કારણે લોકો પીડાય રહ્યા છે અને પછી આ આધાર કાર્ડ અપડેટ કરવાનું થાય ત્યારે નામ સુધારો કરવામાં બાળક નું જન્મ પ્રમાણ પત્ર ગુજરાતી મા હોય એટલે ત્યાં થઈ શરૂઆત હેરાન પરેશાન થવાની પણ જયારે તમને વાલી નું આધાર કાર્ડ આપવામાં આવ્યું તો પિતાનું નામ તો એટલા હોંશિયાર બન્યાં વગર એમના પિતાના આધાર કાર્ડ અથવા માતાનાં આધાર કાર્ડ પ્રમાણે નાખ્યા હોય તો આજે તમારા ટાર્ગેટ સામે તમે લોકોને ટાર્ગેટ બનાવી દીધાં છે
અને આવી એજન્સી દ્વારા આધાર કાર્ડ માં નામ સુધારો કરવા અને મોબાઇલ નંબર અપડેટ કરવાનાં બેફામ ભાવ લઈ કોઈ જાણે કહેવા વાળું હોય જ ના ભોળી પ્રજાને મૂર્ખ બનાવી એટલે કચ્છમાં અધિકારી પણ પોતાના ફાયદા નું વિચારે છે
શહેરના આજુબાજુના ગામડાઓના લોકો પણ તાલુકામાં આધારકાર્ડ કામગીરી માટે આવતા હોય છે. જેથી ગ્રામ્ય વિસ્તારના લોકો પણ પરેશાની ભોગવી રહ્યા છે.
જેથી તાત્કાલિક બંધ પડેલા આધારકાર્ડ કેન્દ્ર શરૂ કરી અને લોકોની હાલાકી દુર થાઇ તેવી લોકોની માંગ છે. તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં પણ પોસ્ટ ઓફિસ માં આ સગવડો શરૂ કરવામાં આવશે તો આ સમસ્યા દૂર થઈ જાય
ઘણીવાર લોકો આધાર કાર્ડ અપડેટ કરાવવા માટે ચિંતિત રહે છે કારણ કે તેમની પાસે સાચી માહિતી નથી હોતી. આપણે જોયું છે કે ઘણીવાર ઘણા લોકોના આધાર કાર્ડમાં નામ, જન્મતારીખ કે સરનામું ખોટું હોય છે. આવી સ્થિતિમાં, જાય તો ક્યાં જાય એક આધાર કાર્ડ માં સુધારો હોય કે અપડેટ 300 થી પણ વધુ રૂપિયા પડાવે છે આધારમાં આવી કોઈ ભૂલ છે, તો તેને વહેલી તકે સુધારી લેવા લોકો દોટ મુકી છે પણ સરવાળે હેરાન પરેશાન થઈ રહ્યા છે અને એવુ પણ શાળા માં કહે છે કે શિષ્યવૃત્તિ નહીં મળે તો પણ ચાલશે અને અપાર I'd નહીં બને તો પણ ચાલે સાહેબ આ સુધારો વધારો કરવામાં રોજ કમાઈ રોજ પેટયુ રળતા લોકો તો મુસીબતમાં મુકાય જાય છે પણ ઘરના 3 સભ્યો ના પણ અપડેટ કરાવે છે તો કેટલા રૂપિયા અને આખો દિવસ કામ કર્યા વગર સાંજે ખાય શું ગ્રામ્ય વિસ્તારોમાં થી આવતા હોય તો ભાડું ભર્યું હોય એતો નફો અને એમાં પણ આધાર રિજેક્ટ કરવામાં આવે ત્યારે તો પડ્યા ઉપર પાટુ મારવું
આજે પણ એનાં માટે કોઈ સેટિંગ હોવું જોઈએ જો સેટિંગ હોય તો ગમે તેવાં ડોક્યુમેન્ટ સુધારી શકાય બાકી નબળાં અને ગરીબ વર્ગના લોકો માટે જ હેરાનગતિ


9427392494
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image