અંકલેશ્વર વિસ્તારમાં 11 વર્ષીય માસુમ બાળકી સાથે દુષ્કર્મ આચરનાર આધેડ ની ધરપકડ - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/ae2iwu1oqdvcslzc/" left="-10"]

અંકલેશ્વર વિસ્તારમાં 11 વર્ષીય માસુમ બાળકી સાથે દુષ્કર્મ આચરનાર આધેડ ની ધરપકડ


અંકલેશ્વર વિસ્તારમાં 11 વર્ષીય માસુમ બાળકી સાથે દુષ્કર્મ આચરનાર આધેડ ની ધરપકડ
=56 વર્ષીય રિયાઝ શબ્બીર શેખ દોઢ વર્ષ થી વારંવાર ધરે બોલાવી શારીરિક અડપલાં કરી દુષ્કર્મ આચરતો રહ્યો :
=તાલુકા પોલીસે રિયાઝ ની ધરપકડ કરી

અંકલેશ્વર

અંકલેશ્વર નેશનલ હાઇવે પર આવેલા વિસ્તારમાં 11 વર્ષીય માસુમ બાળકી સાથે દોઢ વર્ષ થી 56 વર્ષીય શખ્સ શારીરીક અડપલાં કરી દુષ્કર્મ આચરતો હોવાની ઘટના સામે આવી છે તાલુકા પોલીસે નરાધમ આધેડ ની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે ..

પોલીસ સૂત્રીય માહિતી મુજબ અંકલેશ્વર નેશનલ હાઇવે પર આવેલ રહેણાંક વિસ્તાર માં રહેતા અને ટ્રાસન્પોર્ટ વ્યવસાય સાથે સંકળાયેલ ડ્રાઈવર પોતાની પત્ની , અને 3 બાળકો સાથે ભાડા ના મકાન માં રહે છે. અને ડ્રાઈવર હોવાથી અવાર નવાર બહાર જતા હોય છે. છેલ્લા 5 વર્ષ થી રહેતા પરિવાર ને સપને પણ ખ્યાલ ન હતો કે તેના પાડોશમાં રહેતા 56 વર્ષીય રિયાઝ શબ્બીર શેખ તેમની 11 વર્ષીય માસુમ દીકરી સાથે છેલ્લા એક વર્ષ ઉપરાંતથી દુષ્કર્મ આચરી રહ્યો છે. એક દિવસ નજીક માં રહેતા પાડોશી ની દીકરી એ માસુમ બાળકી ની માતા ને જણાવ્યું કે તેના પાડોશી રિયાઝ શેખ તેમની દીકરી સાથે અડપલાં કરી રહ્યો છે. પોતાની દીકરી સાથે થઇ રહેલા બદકૃત્યને લઇ માતા ના પગ તળે જમીન સરકી ગઈ હતી અને આ અંગે પોતાના પતિ ને જાણ કરતા તેઓ પણ કામ ધંધો છોડી ઘરે દોડી આવ્યા હતા. અને દીકરી ને પુછાતા અંતે દીકરી એ પોતાની આપવીતી માતા અને પિતા ને વર્ણવી હતી. પાડોશી 56 વર્ષીય રિયાઝ શેખ છેલ્લા દોઢ- વર્ષ થી એક દિવસ ના આંતરે ધરે બોલાવતો હતો અને શારીરિક અડપલાં કરી દુષ્કર્મ આચરતો હતો.જે સાંભળી માતા-પિતા પણ ડઘાઈ ગયા હતા અને આ અંગે પાડોશી રિયાઝ શેખ ને પૂછવા જતા તેને ચુપકીદી સેવી લીધી હતી દરમ્યાન રિયાઝ ની દીકરી પરિવાર સાથે ઝગડો કરી કાઢી મુક્યા હતા અંતે દીકરી ને વધુ પુછાતા તેને છેલ્લા દોઢ વર્ષ થી કોઈને જાણ ન કરવા ધમકાવતો હતો. અંતે પરિવાર દ્વારા અંકલેશ્વર તાલુકા પોલીસ મથકે ફરિયાદ આપતા પોલીસે પોક્સો એક્ટ તેમજ દુષ્કર્મ નો ગુનો નોંધી નરાધમ રિયાઝ શબ્બીર શેખ ની ધરપકડ કરી તેનું મેડિકલ પરીક્ષણ કરી વધુ તપાસ હાથ ધરી છે ,


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]