સરસ્વતી પ્રાથમિક વિદ્યામંદિર થાનગઢમાં 21મી જૂન
શુક્રવારના રોજ 10મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી યોગાભ્યાસ દ્વારા કરવામાં આવી 21 મી જુન શુક્રવારની સવારે ૭-૧૫ થી ૮-૧૫સુધી એક કલાક યોગના અનુભવી,તજજ્ઞ,યોગાચાર્યા ધર્મિષ્ઠાદીદી દ્વારા શ્રી સરસ્વતી શિશુવાટિકા, બાલવાટિકા, પ્રાથમિક ધોરણ:-૧થી ૮ના બાળકો તેમજ સ્ટાફગણને યોગાભ્યાસ કરાવવામાં આવ્યો બાળકોને સ્ફૂર્તિયોગ,વિવિધઆસનો, મંત્ર ધ્યાન,પ્રાણાયામ દ્વારા યોગાભ્યાસ કરવામાં આવ્યોપ્રધાનાચાર્ય શ્રી હસમુખ ગુરુજી દ્વારા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નું શું મહત્વ રહેલું છે તેનું બાળકોને માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ મોદીજી દ્વારા આજે દસમાં વિશ્વ યોગ દિવસની શ્રીનગર ખાતે ઉજવણી કરી તેનું પણ માર્ગદર્શન આપ્યું દસમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ભવ્ય યોગાભ્યાસ દ્વારા પ્રધાનાચાર્યશ્રી હસમુખ ગુરુજી સહપ્રધાનાચાર્ય શ્રી રાજેન્દ્ર ગુરુજી તેમજ શ્રી સરસ્વતી પ્રાથમિક વિદ્યામંદિર થાનગઢ પરિવાર દ્વારા વિશ્વ યોગ દિવસ કાર્યક્રમને સફળ બનાવવામાં આવ્યો
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.