લુણાવાડા ARTO કચેરી દ્વારા મધવાસ પ્રાથમિક શાળા ખાતે વિદ્યાર્થીઓને ટ્રાફિકના નિયમો અંગે માર્ગદર્શન આપ્યું
રાષ્ટ્રીય માર્ગ સલામતી સલામતી માસ 2025 ની ઉજવણી અંતર્ગત મહીસાગર જિલ્લાના લુણાવાડાની એઆરટીઓ કચેરી દ્વારા અલગ અલગ માર્ગ સલામતી અને ટ્રાફિક અવેરનેસના કાર્યક્રમો, સેમીનાર અને પેમ્પ્લેટ વિતરણ કરવામાં આવી રહ્યા છે.
ત્યારે આજ રોજ માર્ગ સલામતી માસ 2025 અંતર્ગત એઆરટીઓ લુણાવાડા દ્વારા મધવાસ પ્રાથમિક શાળા ખાતે વિદ્યાર્થીઓને ટ્રાફિકના નિયમો અંગે માર્ગદર્શન આપ્યું અને તેમના વાલીઓને માર્ગ સલામતી સંકલ્પ પત્ર આપી તે વાલીને વંચાવી વાલીની સહી લઈ શાળામાં પાછું ક્લાસ ટીચરને આપવા માટે અપીલ કરી અને અંતમાં વિદ્યાર્થીઓને રોડ સેફ્ટીના સ્લોગન વાળી પતંગોની વહેંચણી કરી.
રીપોર્ટ.ભીખાભાઈ ખાંટ
મહીસાગર
9925468227
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.