અધીર રંજને માફી માંગી લીધી છે : સોનિયા ગાંધી, BJP ધ્યાન ભટકાવવા રાષ્ટ્રપત્નીના મુદ્દાને ચગાવી રહી છે: કોંગ્રેસનો આક્ષેપ - At This Time

અધીર રંજને માફી માંગી લીધી છે : સોનિયા ગાંધી, BJP ધ્યાન ભટકાવવા રાષ્ટ્રપત્નીના મુદ્દાને ચગાવી રહી છે: કોંગ્રેસનો આક્ષેપ


નવી દિલ્હી,તા. 28 જુલાઇ 2022, ગુરુવાર કોંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરી દ્વારા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને 'રાષ્ટ્રપત્ની'નું સંબોધન આપતા લોકસભામાં ભારે હંગામો થયો છે. સ્મૃતિ ઈરાનીએ ભાજપ તરફથી પ્રહારો કરતા કોંગ્રેસના અધ્યક્ષ સોનિયા ગાંધી પાસેથી જ સીધી માફી માંગી હતી. જોકે આ આક્રોશ વચ્ચે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી ગૃહની બીજી બાજુએ બેઠેલા BJPના સાંસદ રમા દેવી પાસે ગયા હતા.આ ડ્રામા ત્યારે થયો જ્યારે ભાજપના સાંસદો સોનિયા ગાંધી વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી રહ્યા હતા. કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ ગૃહમાં કહ્યું, "સોનિયા ગાંધી, માફી માગો...”ના સૂત્રોચ્ચાર કર્યા હતા.ગૃહની કાર્યવાહી સ્થગિત કર્યા પછી, સોનિયા બીજેપી સાંસદ રમા દેવી સાથે વાત કરવા ગયા હતા. કહેવાય છે કે તેઓ સ્પષ્ટતા કરવા ગયા હતા કે અધીર રંજન ચૌધરીએ આ સમગ્ર બાબતે માફી માંગી લીધી છે.  જોકે ત્યાં સુધીમાં સ્મૃતિ ઈરાની અને અન્ય મંત્રીઓ ત્યાં આવી પહોંચ્યા હતા અને તેઓએ મંત્રણામાં હસ્તક્ષેપ કરીને સૂત્રોચ્ચાર કર્યા હતા.ત્યારબાદ TMCના સાંસદો અને સુપ્રિયા સુલેએ સોનિયા ગાંધીનો બચાવ કર્યો હતો. તે જ સમયે સંસદીય કાર્ય મંત્રી પ્રહલાદ જોશીએ પરિસ્થિતિને થાળે પાડવાનો પ્રયત્ન કર્યો હતો. સભાગૃહની બહાર પણ સોનિયા ગાંધીએ જણાવ્યુ ,અધીર રંજન ચૌધરી પહેલા જ માફી માંગી ચૂક્યાં છે. બીજેપી વાતને વધારે ચઢાવી રહી છે.આ સિવાય લોકસભામાં કોંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરીએ બુધવારે મીડિયા સાથેની વાતચીતમાં રાષ્ટ્રપતિ માટે 'રાષ્ટ્રપત્ની' શબ્દનો ઉપયોગ કર્યો હતો. રાષ્ટ્રપતિ વિશે કરેલી ઉપરોક્ત નિવેદન અંગે સ્પષ્ટતા આપતા તેમણે કહ્યું કે,"તેમનાથી ભૂલથી એક શબ્દ નીકળી ગયો અને ભાજપ પાસે જનતાનો કોઈ મુદ્દો નથી તેથી તે તઆ મુદ્દો ઉઠાવી રહી છે. તેમને મોંઘવારી, ભાવવધારા, કથળતી જતી આર્થિક સ્થિતિ અંગે ચર્ચા નથી કરવી તેથી દૂર ભાગી રહ્યાં છે અને મુદ્દાઓને ભટકાવી રહ્યાં છે."કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ ગુરુવારે લોકસભામાં કોંગ્રેસ પર રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુનું 'અપમાન' કરવાનો આરોપ લગાવતા વિરોધ કર્યો અને સાથે જ કોંગ્રેસના નેતા અધીર રંજનને પણ માફીની માંગ કરી. નાણા પ્રધાન નિર્મલા સીતારમણની આગેવાની હેઠળના કેટલાક સાંસદો પણ સંસદ પરિસરમાં પ્લેકાર્ડ સાથે નિવેદનનો વિરોધ કરતા જોવા મળ્યા હતા. સોનિયા ગાંધી સામે ઈડીનો સરકાર ઉપયોગ કરી રહી છે અને દેશની જનતા મોંઘવારી અને જીએસટીના વિષચક્રમાં પીસાઈ રહી છે તેના વિરોધ કરતા વિજય ચૌક જઈ રહેલ ચૌધરીએ મીડિયા સાથેની વાતચીતમાં રાષ્ટ્રપતિ સાથે મળવા જઈ રહ્યાં હોવાનું નિવેદન આપતી વખતે દ્રૌપદી મુર્મુને એક વખત રાષ્ટ્રપતિ અને એક વખત રાષ્ટ્રપત્ની કહીને સંબોધતા આ સમગ્ર મામલો બિચક્યો હતો.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.