ગીર સોમનાથમાં પ્રભારી મંત્રી શ્રી અરવિંદભાઈ રૈયાણીના અધ્યક્ષસ્થાને તા.૧૩થી ૧૫ ઓગષ્ટ દરમિયાન યોજાનાર ’હર ઘર તિરંગા’ અંતર્ગત રીવ્યુ બેઠક યોજાઇ - At This Time

ગીર સોમનાથમાં પ્રભારી મંત્રી શ્રી અરવિંદભાઈ રૈયાણીના અધ્યક્ષસ્થાને તા.૧૩થી ૧૫ ઓગષ્ટ દરમિયાન યોજાનાર ’હર ઘર તિરંગા’ અંતર્ગત રીવ્યુ બેઠક યોજાઇ


ગીર સોમનાથમાં પ્રભારી મંત્રી શ્રી અરવિંદભાઈ રૈયાણીના અધ્યક્ષસ્થાને તા.૧૩થી ૧૫ ઓગષ્ટ દરમિયાન યોજાનાર ’હર ઘર તિરંગા’ અંતર્ગત રીવ્યુ બેઠક યોજાઇ
---------
જિલ્લાના શીર્ષ અધિકારીઓ અને પદાધિકારીઓ સાથે બેઠક યોજી ભવ્યાતિભવ્ય કાર્યક્રમ યોજવા માર્ગદર્શિત કરાયા
---------
ગીર સોમનાથમાં ૧.૮૦ લાખથી વધુ તિરંગાની ફાળવણી થશે, વિતરણ માટે ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં ઉભા થશે સ્ટોલ
---------
ગીર સોમનાથ, તા.૪: સમગ્ર દેશમાં વિવિધ કાર્યક્રમ અન્વયે આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી થઇ રહી છે ત્યારે તા. ૧૩ થી ૧૫ ઓગષ્ટ દરમિયાન આ ઉજવણીની પૂર્વ તૈયારીઓ અંગે સોમનાથ સર્કિટ હાઉસ ખાતે પ્રભારી મંત્રી શ્રી અરવિંદભાઇ રૈયાણીના અધ્યક્ષસ્થાને જિલ્લાના શીર્ષ અધિકારીઓ અને પદાધિકારીઓ સાથે રીવ્યુ બેઠક યોજાઈ હતી. પ્રભારી મંત્રીશ્રીએ સરકારના વિવિધ વિભાગમાંથી ઉપસ્થિત તમામને માર્ગદર્શિત કરી અને ભવ્યાતિભવ્ય કાર્યક્રમ યોજવા સૂચન કર્યુ હતું.

આ બેઠકમાં પ્રભારી મંત્રી શ્રીએ જણાવ્યું હતું કે, સમગ્ર ગીર સોમનાથ વાસીઓ આ ઉજવણી માટે દેશના જાગૃત નાગરિક તરીકે દેશપ્રેમ વ્યક્ત કરી સક્રિય રીતે ભાગ લે આજનું બાળક દેશનું ભવિષ્ય છે. જેનામાં પહેલાથી જ દેશભાવનાનો સંચાર થાય અને લોકોમાં દેશપ્રેમની ભાવના વધુ પ્રબળ બને તે માટેનો આ કાર્યક્રમ છે. આ ઉપરાંત ૧૯૪૭ પૂર્વે અને પછીની ઘટનાઓ વિશે લોકો માહિતગાર થાય તેમજ દેશના વીર સપૂતો જેમણે દેશને આઝાદ કરવા માટે બલિદાન આપ્યું છે તેવા શહીદો વિશે જાણકારી ધરાવે તેમ કાર્યક્રમ યોજવા તેમજ મશાલ રેલી અને સીનિયર સીટિઝન માટેના કાર્યક્રમો યોજવાનું સૂચન કર્યુ હતું અને ભારતના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ કરેલાં આહ્વાનને પગલે સમગ્ર દેશમાં ’હર ઘર તિરંગા’ અભિયાન વેગવંતુ બન્યુ છે ત્યારે જિલ્લાના ગ્રામ્ય તેમજ શહેરી વિસ્તારમાં વેપારી મંડળો, હોટલ, શાળાઓ, જિલ્લાના વિવિધ એસોસિએશનો, મહિલા મંડળો, ઔદ્યોગિક મંડળો, સહકારી મંડળો સક્રિય રીતે ઉત્સાહપૂર્વક આ ઉજવણીમાં જોડાય તે માટેનો અનુરોધ કર્યો હતો.

તિરંગા યાત્રાની તૈયારીઓની વિગત આપતા જિલ્લા કલેક્ટર શ્રી રાજદેવસિંહ ગોહિલે કહ્યું હતું કે, આ કાર્યક્રમ યોજવાનો હેતુ દેશ માટેનો સમર્પણ ભાવ વ્યક્ત કરવાનો છે. જિલ્લામાં અંદાજીત 1.80 લાખથી વધુ તિરંગાનું વિતરણ કરવામાં આવશે. ગ્રામ્ય વિસ્તારમાં જિલ્લા પંચાયત ગીર સોમનાથને મળેલ 45000 ધ્વજનું વિતરણ ચાલુ કરવામાં આવ્યું છે જ્યારે શહેરી વિકાસ વિભાગ તરફથી નગરપાલિકા વિસ્તાર માટે 30000 રાષ્ટ્રધ્વજ પૂરા પાડવામાં આવશે.

જિલ્લા વિકાસ અધિકારી શ્રી રવિન્દ્ર ખતાલેએ નગરપાલિકા અને ગ્રામ્ય કક્ષાએ ધ્વજ વિતરણની વિગત આપતા જણાવ્યું હતું કે, તાલુકા-ગ્રામ પંચાયત કચેરી, પ્રાથમિક શાળાઓ, સસ્તા અનાજની દુકાનો, દૂધ મંડળીઓ, આંગણવાડી કેન્દ્રો અને એપીએમસીમાંથી તેમજ જિલ્લાના ઉદ્યોગો મારફત કર્મચારીઓને ધ્વજ વિતરણ કરવામાં આવશે.

આ બેઠકમાં પશુપાલન અને ગૌસંવર્ધન મંત્રી શ્રી દેવાભાઈ માલમ, પુર્વ મંત્રી શ્રી જશાભાઈ બારડ, પ્રદેશ મંત્રી શ્રી ઝવેરીભાઇ ઠકરાર, પૂર્વ ધારાસભ્ય શ્રી ગોવિંદભાઈ પરમાર, પૂર્વ બીજ નીગમ ચેરમેન રાજશીભાઈ જોટવા, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી રામીબહેન વાજા, વેરાવળ નગરપાલિકા પ્રમુખ શ્રી પીયુશભાઇ ફોફંડી, જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી મનોહરસિંહ જાડેજા, અધિક નિવાસી કલેકટર શ્રી બી.વી.લીંબાસીયા, પ્રાંત અધિકારી શ્રી સરયુબા જસરોટિયા સહિત સંબંધિત વિવિધ વિભાગના જિલ્લાના અધિકારીઓ તેમજ શહેરના અગ્રગણ્ય નાગરિકો ઉપસ્થિત રહ્યાં હતાં.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon