ઘઉંની નિકાસ માટે ખોટા દસ્તાવેજો જમા કરનાર નિકાસકારો સામે પગલા ભરાશે

ઘઉંની નિકાસ માટે ખોટા દસ્તાવેજો જમા કરનાર નિકાસકારો સામે પગલા ભરાશે


નવી દિલ્હી : સરકારે ઘઉંની નિકાસમાં આપેલી કેટલીક છુટછાટનો ખોટી રીતે લાભ ઉઠાવવા જૂના કે બોગસ લેટર ઓફ ક્રેડિટ (એલસી) જમા કરનાર નિકાસકારો સામે કડક પગલાં લેવાની ચેતવણી ઉચ્ચારી છે.સરકારે ઘઉંની નિકાસમાં ગેરરીતિને રોકવા માટે રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ મેળવવાના નિયમો કડક કર્યા છે. ડિરેક્ટોરેટ જનરલ ઓફ ફોરેન ટ્રેડ (ડીજીએફટી)એ તમામ પ્રાદેશિક કચેરીઓને દિશાનિર્દેશો જણાવીને લાયક નિકાસકારોને રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ (આરસી) ઇશ્યૂ કરતા પહેલા નિયમોનું કડકાઇથી પાલન કરવા જણાવ્યુ છે. ડીજીએફટીના સુત્રોએ જણાવ્યુ કે, કેટલાંક નિકાસકારો આરસી મેળવવા માટે ગેરરીતિ આચરીને જૂના લેટર ઓફ ક્રેડિટ જમા કરી રહ્યા છે, જે ૧૩ મે, ૨૦૨૨ કે તે અગાઉની તારીખના છે. સુત્રોએ કહ્યુ કે, ડીજીએફટીના નિર્દેશો અનુસાર નિકાસકારોને નિકાસ માટેના કરારનું રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ મેળવવા ૧૩ મે કે તેની પહેલા ઇશ્યૂ કરાયેલા માન્ય એલસીની સાથે વિદેશી બેન્કો સાથેના પત્રવ્યવહારની માહિતી જમા કરાવવી પડશે. સરકારે ૧૩ મે, ૨૦૨૨ કે તેની પહેલા કસ્ટમ વિભાગની સિસ્ટમમાં નોંધાયેલા કોન્ટ્રાક્ટ હેઠળ ઘઉંની નિકાસને મંજૂરી આપી રહી છે.ડીજીએફટીએ તમામ પ્રાદેશિક કચેરીઓને આરસી ઇશ્યૂ કરતા પહેલા તમામ દસ્તાવેજોનું ફિઝિકલ વેરિફિકેશન કરવા નિર્દેશ આપ્યો છે, પછી ભલે તેને મંજૂરી મળી હોય કે પ્રક્રિયાને આધિન હોય. આ માટે જરૂર પડે તો પ્રોફેશનલ એજન્સીઓની પણ મદદ લઇ શકાશે. ડીજીએફટી એ જણાવ્યુ કે, કેટલાંક કિસ્સામાં લેટર ઓફ ક્રેડિટની તારીખ ૧૩ મે, ૨૦૨૨ કે તેની પહેલાની છે પરંતુ ભારતીય અને વિદેશી બેન્કોની વચ્ચે સ્વિફ્ટ મેસેજ ૧૩ મે પછીના છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
Translate »