સાયલા મહાજન પાંજરાપોળ વિડ સંકુલ માં પાંજરાપોળ માં દાતાઓનું સન્માન સમારંભ યોજાયો.
સાયલા મહાજન પાંજરાપોળ માં આશરે 2000 થી વધુ પશુઓ આશય લઈ રહ્યા છે. જ્યારે કોરોના કાળ પછી પાંજરાપોળ માં આર્થિક પરિસ્થિતિ વિકટ બની છે. ત્યારે સાયલા મહાજન પાંજરાપોળ ટ્રસ્ટ વતી ઉતરાયણ નિમિતે ફંડ ફાળો આવે એ માટે આયોજન કરી ને પ્રચાર કર્યો હતો. ત્યારે સાયલા તથા ગામડાઓમાંથી લોકોએ મહાજન પાંજરાપોળ માં લીલું ઘાસ, રોકડ ફંડ તથા અન્ય સહાય કરવામાં આવી હતી. ત્યારે સાયલા મહાજન પાંજરાપોળ તથા સુરેન્દ્રનગર સાડી એસોસિઅન દ્વારા દાતાઓને સન્માનિત કરવા માટે પાંજરાપોળ વિડ સંકુલ માં સન્માન સમારંભ યોજવામાં આવ્યો હતો.
જેમાં સાયલા ના સરપંચ તથા વેપારી મંડળ તથા ગામડાઓના સરપંચ તથા અન્ય કાયમ મદદરૂપ થતા હોય એવા લોકો ને સાયલા મહાજન પાંજરાપોળ ના ટ્રસ્ટીઓ દ્વારા સન્માનિત કર્યા હતા. વધુમાં સાયલા પાંજરાપોળ માં કાયમ માટે સાથ આપનાર સુરેન્દ્રનગર સાડી એસોસિઅન નો મહત્વનો ફાળો છે. એમનું પણ ટ્રસ્ટ ના વડીલો દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું.
સાયલા મહાજન પાંજરાપોળ ના ટ્રસ્ટી જીતુભાઈ શાહ તથા સુરેન્દ્રનગર સાડી એસોસિઅન ના અલ્પેશભાઈ શાહ ના આગેવાની માં લોકોને પાંજરાપોળ માટે બને એટલી સહાય કરવા અપીલ કરી હતી તથા ફૂલ નહિ તો ફૂલ ની પાંખડી, ટીપે ટીપે સરોવર ભરાય એમ લોકો જણાવ્યું હતું, આ સ્નેહ મિલન દ્વારા લોકોને પ્રોત્સાહન મળ્યું હતું.
રિપોર્ટર : રણજીતભાઈ ખાચર
સાયલા, જી, સુરેન્દ્રનગર
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.