બોટાદ ખાતે સર્જક સાથે સંવાદ કાર્યક્રમમાં ગુજરાત સરકારના માહિતી ખાતા દ્વારા પ્રકાશિત સાહિત્યનું વિતરણ કરાયું
(અસરફ જાંગડ દ્વારા)
રાજ્ય સરકારના માહિતી વિભાગની બોટાદ જિલ્લા માહિતી કચેરી અને ગુજરાત પ્રેસ અકાદમીના સંયુક્ત ઉપક્રમે કવિશ્રી બોટાદકરની 154મી જન્મજયંતી નિમિત્તે “સર્જક સાથે સંવાદ” કાર્યક્રમનું આયોજન કવિશ્રી બોટાદકર કોલેજ ખાતે કરવામાં આવ્યું હતું.જેમાં રાજ્ય સરકાર દ્વારા વખતો- વખત પ્રકાશિત થતા લોકકલ્યાણલક્ષી અને લોકોપયોગી પુસ્તકોનું વિતરણ બોટાદ જિલ્લા માહિતી કચેરીના કર્મયોગીઓ દ્વારા કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ગુજરાત પાક્ષિક તેમજ સરકારશ્રીની કલ્યાણકારી યોજનાઓ વિશે માહિતગાર કરતા પુસ્તકો મેળવીને વિદ્યાર્થીઓએ ખુશી લાગણી વ્યક્ત કરી હતી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે
