વીંછિયાના રેવાણિયામાં શેઢાની તકરારમાં ભાઇ-ભાભી ઉપર સગા ભાઇ સહિત ત્રણ શખસનો ધારિયા-પાઇપથી હુમલો - At This Time

વીંછિયાના રેવાણિયામાં શેઢાની તકરારમાં ભાઇ-ભાભી ઉપર સગા ભાઇ સહિત ત્રણ શખસનો ધારિયા-પાઇપથી હુમલો


(હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ)
વિછીયાના રેવાણીયા ગામ શેઢા પાડોશી વચ્ચે ચાલતી શેઢાની તકરારમાં ભાઈ ભાભી ઉપર ત્રણ શખ્સોએ ધારીયા અને પાઇપ વડે હુમલો કર્યો હતો. હુમલામાં ઘવાયેલા દંપતીને તાત્કાલિક સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યું હતું. આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ વિછીયા તાલુકાના રેવાણીયા ગામે રહેતા પોપટભાઈ નરશીભાઈ મકવાણા (ઉ.વ.70) અને તેમના પત્ની દૂધીબેન પોપટભાઈ મકવાણા (ઉ.વ.65) બપોરના ત્રણેક વાગ્યાના અરસામાં વાડીએ હતા ત્યારે શેઢા પાડોશી વિનુ નરશી, સગરામ નરશી અને રમેશ સગરામ નામના ત્રણેય શખ્સે ઝઘડો કરી ધારીયા અને પાઇપ વડે માર માર્યો હતો. હુમલામાં ઘવાયેલા દંપતીને તાત્કાલિક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યું હતું.
પ્રાથમિક પૂછપરછમાં હુમલાખોર વિનુ નરશી અને સગરામ નરશી બંને પોપટભાઈ મકવાણાના ભાઈઓ થાય છે અને શેઢા મુદ્દે ચાલતી તકરારનો ખાર રાખી બંને ભાઈઓએ ભાઈ ભાભી ઉપર હુમલો કરી માર માર્યો હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે વીંછીયા પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ હાથ ધરી છે


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.