કેશોદ તાલુકામાં શિયાળુ પાકમાં ઘઉ ચણાના વાવેતર વધ્યા
ચોમાસાની સીઝન પુર્ણ થતા આ વર્ષે વરસાદ વધુ થતાં મગફળીનું સારૂ ઉત્પાદન થતા ખેડૂતો ખુશ ખુશાલ થયાછે દર વર્ષે સરકારી ટેકાના ભાવે મગફળીની ખરીદીથી વધારે બજાર ભાવ વધુ મળતાં હતા હાલના વર્ષે ઘણાં ખેડુતોએ મગફળીની ટેકાના ભાવે ઓન લાઇન નોંધણી ન કરાવતા સરકારી ટેકાના ભાવ અને બજાર ભાવમાં એક ખાંડીએ ચારથી પાંચ હજાર સુધીનો નીચો ભાવ રહેતા ખેડુતોમાં નારાજગી જોવા મળી રહીછે
હાલના વર્ષે રવી સીઝન એટલે કે શિયાળુ પાકના વાવેતર બાબતે જોઈએ તો ઘઉં ૧૪૨૦૦ હેકટર
જુવાર ૮૦ હેકટર ચણા ૧૭૨૫૫ હેકટર જીરું ૨૪૦૦ હેકટર ધાણા ૧૬૦૦ હેકટર ડુંગળી ૭૦ હેકટર
લસણ ૭૨ હેકટર શાકભાજી ૯૦ હેકટર
ઘાસચારો ૩૦૦ હેકટર મગ ૫ હેકટર
દિવેલના ૨૦ હેક્ટર સહીત કુલ ૩૬૦૯૨ હેકટરમાં વાવેતર થયુછે જ્યારે ગત વર્ષની વાત કરીએ તો
ઘઉં ૮૫૦૦ હેકટર ચણા ૧૪૨૦૦ હેકટર જીરું ૯૫૦૦ હેકટર ધાણા ૫૨૦૦ હેકટર ડુંગળી ૮૫ હેકટર લસણ ૮૫ હેકટર શાકભાજી ૧૨૦ હેકટર ઘાસચારો ૭૪૦ હેકટર મગ ૧૧૨હેકટર સહીત કુલ ૩૮૫૫૦ હેકટરમાં વાવેતર થયુ હતુ
ગત વર્ષની સરખામણીએ ઘઉ ૫૭૦૦ હેક્ટર ચણા ૩૦૫૫ હેકટરમા વાવેતર વધ્યા જીરૂમા ૭૧૦૦ હેક્ટર તથા ધાણા ૩૬૦૦ હેકટરમાં વાવેતર ઘટાડો જોવા મળી રહ્યોછે ૩૭૫૦ હેકટરમાં તુવેરનું વાવેતર હોવાથી ગત વર્ષની સરખામણીએ ૨૪૫૮ હેકટરમાં શિયાળુ પાકમાં ઘટાડો નોંધાયોછે
રીપોર્ટર - ગોવિંદ હડિયા કેશોદ જુનાગઢ
મો. 97234 44990
9723444990
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.