ધંધુકાના કોટડા ગામે બે પરિવારો વચ્ચે બોલાચાલી બાદ મારામારી
ધંધુકાના કોટડા ગામે બે પરિવારો વચ્ચે બોલાચાલી બાદ મારામારી
બખેડામાં ૧ મહિલા સહિત ૫ ઇજાગ્રસ્ત થયા
ધંધુકાના કોટડા ગામે ગત રાતે બે પરિવારો વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ મામલો બીચકયો હતો અને મારામારી થતા પાંચ લોકો ઇજાગ્રસ્ત થયા હતા. સમગ્ર મામલે ધંધૂકા પોલીસ તપાસ ચલાવી રહી છે. ધંધુકા તાલુકાના કોટડા ગામે પશુને લઈ બોલાચાલી થઈ હતી. જેમાં બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ લેતા બન્ને પરિવારો વચ્ચે મારામારી શરૂ થઈ હતી. જેમાં પાંચ વ્યક્તિને ઈજાઓ થવા પામી હતી. ઘટનાની જાણ થતા ૧૦૮ ધંધુકા દ્વારા ઘાયલોને સરકારી હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવ્યા હતા. ધંધુકા પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે. કોટડા ગામે મારામારીના બનાવમાં ઈજાગ્રસ્ત થયેલા વ્યક્તિઓમાં ગોપાલભાઈ મોમાભાઈ મેવાડા(ઉ.વ.૨૫), રૂડાભાઈ મોમાભાઈ મેવાડા(ઉ. વ.૬૫), નીતાબેન રાજુભાઈ ડુમાંનિયા(ઉ.વ.૪૨), રાજુભાઈ ધીરુભાઈ ડુમાનિય(ઉ.વ.૪૪), અજયભાઈ ધીરુભાઈ ડુમાનિયા(ઉ.વ.૩૪)નો સમાવેશ થાય છે.
રીપોર્ટર. : સી કે બારડ
મો : 7600780700
+917600780700
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.