ACBનું સફળ છટકું હિંમતનગર - At This Time

ACBનું સફળ છટકું હિંમતનગર


ACBનું સફળ છટકું હિંમતનગરના
બહુમાળી ભવનમાં અનુસૂચિત જાતિ વિકાસ કોર્પોરેશનનો હંગામી કર્મચારી લાંચ લેતાં ઝડપાયો; મેનેજર અને ઓપરેટર સામે ફરિયાદ

સાબરકાંઠા જિલ્લાના મુખ્ય મથક હિંમતનગરમાં બહુમાળી ભવન ખાતે આવેલા ગુજરાત અનુસૂચિત જાતિ વિકાસ કોર્પોરેશનમાં કોમ્પ્યુટર ઓપરેટર રૂ.5 હજારની લાંચ લેતા રંગે હાથ અરવલ્લી એસીબીએ ઝડપી લીધો હતો. બીજી તરફ સાબરકાંઠા એસીબી
પોલીસ સ્ટેશનમાં જિલ્લા મેનેજર સહિત બે સામે ગુનો નોંધાયો હતો.

આ અંગે એસીબીમાંથી મળેલી માહિતી મુજબ આર્થિક વિકાસ માટેની સ્વરોજગાર યોજનામાં પશુપાલનનો વ્યવસાય કરવા સારૂ રુ. 2 લાખની લોન મંજૂર કરવામાં આવી હતી. જે લોન મંજૂર થતાં આ કામના ફરીયાદીએ હિંમતનગર સ્થિત ગુજરાત અનુસૂચિત જાતિ વિકાસ કોર્પોરેશન ગાંધીનગરમાં હિંમતનગર અનુસૂચિત જાતિ વિકાસ નિગમની કચેરી ખાતે સદર મંજૂર લોન આપવા માટે ઉપરોક્ત આક્ષેપિતોએ જરૂરી દસ્તાવેજી કાગળો રજૂ કરવા તેમજ સદર કામગીરીના અવેજ પેટે કચેરીમાં ફરજ બજાવતા કોમ્પ્યુટર
ઓપરેટર જગદીશ અમૃત પરમાર અને જિલ્લા મેનેજર સુરેશ રત્નાજી કટારાએ દ્વારા રૂ. 5 હજાર લાંચની માગણી કરી હતી.

લાંચની રકમ ફરિયાદી આપવા માંગતા ન હોવાથી એ.સી.બી.નો સંપર્ક કરી અને મંગળવારે અરવલ્લી એસીબીના લાંચના છટકામાં કોમ્પ્યુટર ઓપરેટર જગદીશ અમૃત પરમારે ફરિયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી લાંચની રકમ સ્વીકારી સ્થળ ઉપર પકડાઇ ગયો અને જયારે જિલ્લા મેનેજર સુરેશ રત્નાજી કટારા હાજર ન હતો. જેને લઈને અરવલ્લી એસીબી ઝડપાયેલા કોમ્પ્યુટર ઓપરેટર પકડી સાબરકાંઠા એસીબી પોલીસ સ્ટેશનમાં લઇ ગયા હતા.
જ્યાં કોમ્પ્યુટર ઓપરેટર અને જિલ્લા મેનેજર સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.