મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પૂર્વનિર્ધારિત કાર્યક્રમ વગર ખેડા તાલુકા સેવા સદનની મુલાકાતે પહોંચ્યા. - At This Time

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પૂર્વનિર્ધારિત કાર્યક્રમ વગર ખેડા તાલુકા સેવા સદનની મુલાકાતે પહોંચ્યા.


મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આજે આણંદના સારસા ગામ ખાતે ગ્રામજનો સાથેનો સંવાદ કાર્યક્રમ પૂર્ણ કરીને કોઈ જ પૂર્વનિર્ધારિત કાર્યક્રમ વગર ખેડા તાલુકા સેવા સદનની મુલાકાતે પહોંચ્યા હતા તેમજ આવકના દાખલા, જાતિ પ્રમાણપત્રો, જન્મ પ્રમાણપત્રો, ખેડૂતોને રસ્તાના કેસો જેવી રોજિંદી કાર્યવાહી ઉપરાંત ઈ-ધરા કેન્દ્રની કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. મુખ્યમંત્રીશ્રીએ તાલુકા સેવા સદનમાં પોતાના કામકાજ માટે આવેલા સામાન્ય નાગરિકો, મુલાકાતીઓ સાથે વાતચીત કરીને વહીવટી તંત્રની કામગીરી અંગે તેમના પ્રતિભાવો જાણ્યા હતા તેમજ મુલાકાતીઓ માટે જરૂરી સુવિધાઓ બાબતે જિલ્લા વહીવટી તંત્રને સૂચનો કર્યા હતા. મુખ્યમંત્રીશ્રીએ તેમની મુલાકાત દરમિયાન જનપ્રતિનિધિઓ-પદાધિકારીઓ સાથે બેઠક યોજીને જરૂરી માર્ગદર્શન પણ પૂરું પાડ્યું હતું.

જીતેન્દ્ર ભાટીયા,9429180079.
મોડાસા, અરવલ્લી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.