જસદણના આંબરડી ગામની સીમ પાસે થયેલ હત્યાના ગુનામાં આરોપીની જામીન અરજી રદ
જસદણ તાલુકાના આંબરડી ગામની સીમમાં ત્રણ માસ પૂર્વે બે જૂથ વચ્ચે માથાકૂટ થઈ હતી. અને આમા વચ્ચે પડેલા એક નવાણીયા ની હત્યા થઈ હતી. જેના ગુનામાં જેલ હવાલે થયેલ એક શખ્સની અદાલતે જામીન અરજી ફગાવી દીધી છે. માહિતી મુજબ જસદણના આંબરડી ગામની સીમમાં ગત તારીખ 15/05/2024 ના રોજ સોમલપર ગામના અને ભડલી ગામના શખ્સો સામે સામે ઝઘડો કરતા હતા. ક્યારે ત્યાંથી પસાર થતાં રમેશભાઈ તળશીભાઇ ડાભી તથા તેના ભાઈ વલ્લભભાઈ તળશીભાઈ ડાભી ઉભા રહી ઝઘડો કરતા શખ્સોને છુટા પાડતા હતા ત્યારે આરોપીઓ દ્વારા વલ્લભભાઈ તળશીભાઈ ડાભીને છરી અને ધોકા વડે માર મારી હત્યા કરી હતી. મૃતક ના ભાઈ રમેશભાઈ તળશીભાઈ ડાભીની ફરિયાદ પરથી પોલીસે સાત આરોપીઓની સામે ગુનો નોંધી ધરપકડ કરી જેલ હવાલે કર્યા હતા.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.