અંકલેશ્વર હાંસોટ વિધાનસભા ચૂંટણી માટે ઇલેક્શન ટીમ ની તૈયારી શરુ - At This Time

અંકલેશ્વર હાંસોટ વિધાનસભા ચૂંટણી માટે ઇલેક્શન ટીમ ની તૈયારી શરુ


અંકલેશ્વર હાંસોટ વિધાનસભા ચૂંટણી માટે ઇલેક્શન ટીમ ની તૈયારી શરુ

-- 2,50,637 મતદારો ઉમેદવારોનું ભાવી નક્કી કરશે

-- કુલ 258 બુથ પર 2100 ચૂંટણી કર્મચારીઓ ફરજ બજાવશે

04.11 અંકલેશ્વર

અંકલેશ્વર હાંસોટ વિધાનસભા ચૂંટણી માટે ઇલેક્શન અધિકારી સહિતની ટીમે ઈલેક્શન , કુલ 2,50,637 મતદારો ઉમેદવારોનું ભાવી નક્કી કરશે. જયારે કુલ 258 મતદાન મથકો પર 2100 ચૂંટણી કર્મચારીઓ ચૂંટણી પ્રક્રિયા માં ફરજ બજાવશે જે અંગે નાયબ કલેકટર નૈતિકાબેન પટેલ ની અધ્યક્ષતા હેઠળ સ્ટાફ સાથે સંકલન બેઠક તેમજ પત્રકાર પરિષદ યોજાય હતી ,.

ગુજરાત વિભાનસભાની ચૂંટણી ની તારીખ જાહેર થયા બાદ હવે ઇલેક્શન ટીમ દ્વારા ચૂંટણીની પ્રક્રિયા ની તૈયારીઓ શરુ કરી દીધી છે, અંકલેશ્વર ના ચૂંટણી અધિકારી નૈતિકા પટેલની અધ્યક્ષતા હેઠળ તાલુકા સેવાસદન ના સભાખંડ ખાતે એક ચૂંટણી પ્રક્રિયા માં જોડાયેલા કર્મચારીઓ સંકલન અંગે ની બેઠક યોજાય હતી બાદ પત્રકાર પરિષદનું આયોજન પણ કરવામાં આવ્યું હતું,જેમાં મામલતદાર કરણસિંહ રાજપુત તેમજ હાંસોટ ના મામલતદાર હાર્દિક બેલડીયાની સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

આ પત્રકાર પરિષદમાં પત્રકારોને માહિતી આપતા ચૂંટણી અધિકારી નૈતિકા પટેલે જણાવ્યુ હતુ કે અંકલેશ્વર હાંસોટ વિધાનસભા ની ચૂંટણી આગામી તારીખ 1 ડિસેમ્બરના રોજ યોજાનાર છે, ચૂંટણીમાં કુલ 258 બુથ પર ચૂંટણી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે, જ્યારે 2100 જેટલા ચૂંટણી કર્મચારીઓ ચૂંટણી દરમિયાન ફરજ નિભાવશે.આ ઉપરાંત મતદારો માં પુરુષ 1,30,758 મતદારો,સ્ત્રી 1,19,856 જ્યારે અન્ય 23 મળી ને કુલ મતદારો 2,50,637 નોંધાયા છે.
તેમજ અંકલેશ્વર હાંસોટ વિધાનસભાની ચૂંટણી દરમિયાન 7 જેટલા સખી મતદાન મથકો હશે જેમાં ફક્ત મહિલા કર્મચારીઓ જ ફરજ બજાવશે,જ્યારે એક ગ્રીન બુથ ઇકો ફ્રેન્ડલી મતદાન મથક પણ હશે,ઉપરાંત એક દિવ્યાંગો માટે પીડબ્લ્યુડી મતદાન મથકની વ્યવસ્થા પણ કરવામાં આવી છે,જ્યારે જે મતદારો મતદાન મથક પર મતદાન કરવા માટે અસક્ષમ છે તેમના માટે ચૂંટણી અધિકારી ની ટીમ તેમના ઘરે જઈને સુરક્ષા વ્યવસ્થા સાથે બેલેટ પેપર થકી મતદાન કરી શકે તેવી વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.