"વર્ષ ૨૦૨૪ સમાપ્તી તરફ જઈ રહ્યું છે." - At This Time

“વર્ષ ૨૦૨૪ સમાપ્તી તરફ જઈ રહ્યું છે.”


"વર્ષ ૨૦૨૪ સમાપ્તી તરફ જઈ રહ્યું છે."

એક મહિલા તેના હાથમાં ૩-૪ બેગ લઈને બસમાં ચઢી અને ભૂલથી એક પુરુષને અથડાઈ. માણસ અસ્વસ્થ થયો પણ મૌન રહ્યો. સ્ત્રીને આશ્ચર્ય થયું.
સ્ત્રી એ પૂછ્યું - તમે ફરિયાદ કેમ ના કરી? પુરુષે સ્મિત સાથે શાંતિથી કહ્યું – મને કોઈ ઈજા થઈ નથી અને હું આગામી સ્ટોપ પર ઉતરી રહ્યો છું. પ્રવાસ ટૂંકો છે.

જીવનની સફરની લંબાઈ કોઈને ખબર નથી. આપણું સ્ટોપ ક્યારે આવશે તેની કોઈને ખબર નથી. પ્રવાસ ટૂંકો છે અને વર્ષ ૨૦૨૪ સમાપ્ત થઈ રહ્યું છે.

વર્ષ દરમિયાન...
શું કોઈએ તમારું અપમાન કર્યું, ધમકાવ્યા અથવા છેતર્યા ? તેને અવગણો.

શું કોઈએ તમારું હૃદય તોડ્યું છે? શાંત રહો.

આપણે દરેકે સમજવું જોઈએ કે આ દુનિયામાં આપણો સમય એટલો ટૂંકો છે કે તેને નકામી દલીલો, ઈર્ષ્યા, બીજાઓને માફ ન કરવા, અસંતોષ અને ખરાબ વલણ કરવું એ સમય અને શક્તિનો બગાડ છે. ચાલો આપણે આદર, દયાળુ, પ્રેમાળ અને ક્ષમાશીલ બનીએ.

મિત્રો, સારા સમયની કદર કરો, બધા સાથે સ્મિત અને રમૂજ કેળવો.

🙏 બાય બાય ૨૦૨૪ 🙏

રિપોર્ટર અરવિંદભાઈ ખાંટ
મહિસાગર, કડાણા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.