અમદાવાદ-ગાંધીનગરમાં ઓરીના કેસ વધતા WHOએ રાજકોટમાં તપાસ માટે ટીમ મોકલી - At This Time

અમદાવાદ-ગાંધીનગરમાં ઓરીના કેસ વધતા WHOએ રાજકોટમાં તપાસ માટે ટીમ મોકલી


ગત મહિને રાજકોટમાંથી લેવાયેલા 120 સેમ્પલમાંથી 5 કેસમાં ઓરી દેખાયા, તમામ ઝૂંપડપટ્ટીના છૂટા છવાયા અને મિઝલ્સનો એક એક ડોઝ બાકી હોવાનું ખૂલતા વેક્સિન કવરેજ ચકાસવા દોટ.

રાજકોટ શહેરમાં અચાનક વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને એક ટીમ મોકલી દીધી છે જે સીધી મનપાની આરોગ્ય શાખા સુધી પહોંચી હતી અને સરવે કરવાનું શરૂ કર્યું છે. આ ટીમ મિઝલ્સ એટલે કે ઓરીના કેસને લઈને ચિંતિત છે અને રાજકોટમાં તેની સ્થિતિ જાણીને ડબ્લ્યુએચઓને રિપોર્ટ કરવા માટે તૈયારી કરી છે. અમદાવાદ અને ગાંધીનગરમાં ઓરીના કેસ તેમજ અછબડાના કેસ ચિંતાજનક રીતે વધી ગયા છે. ગત સપ્તાહે આ કેસની સંખ્યા 1000 કરતા પણ વધી હોવાનું બિનસત્તાવાર સૂત્રો જણાવી રહ્યાં છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon