બાલાસિનોર તાલુકા કક્ષાનું વિજ્ઞાન પ્રદર્શન જોરાપુરા ખાતે યોજાયું - At This Time

બાલાસિનોર તાલુકા કક્ષાનું વિજ્ઞાન પ્રદર્શન જોરાપુરા ખાતે યોજાયું


કુલ ૧૩ ક્લસ્ટર માંથી ક્લસ્ટર કક્ષા ની વિજેતા કૃતિ 65 શાળા માંથી આવેલી હતી 130 બાળ વૈજ્ઞાનિકો અને 65 માર્ગદર્શક શિક્ષક શ્રી હાજર હતા તેમજ કુલ 132 શાળાઓ માંથી લગભગ 7632 બાળકોએ કૃતિ નિહાળી હતી..*

આજ રોજ સરસ્વતી હાઈસ્કૂલ, જોરાપુરા ખાતે જી.સી.ઈ. આર. ટી. ગાંધીનગર, જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, સંતરામપુર તથા જિલ્લા પ્રાથમિક શિક્ષણ સમિતિ અને જિલ્લા શિક્ષણાધિકારીશ્રી ની (પ્રાથમિક / માધ્યમિક) કચેરી મહિસાગર પ્રેરીત બાલાસિનોર તાલુકાના સંયુક્ત ઉપક્રમે આયોજિત ટકાઉ ભવિષ્ય માટે વિજ્ઞાન અને ટેકનોલોજી' થીમ આધારિત 'બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન 2024-25 યોજવામાં આવ્યો.

બાલાસિનોર તાલુકા કક્ષાના (પ્રાથમિક અને માધ્યમિક) બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનમાં કાર્યક્રમના અધ્યક્ષ માનસિંહ ચૌહાણ , ધારાસભ્ય બાલાસિનોર પ્રાંત અધિકારી હિરેન ચૌહાણ , પૂર્વ ધારાસભ્ય રાજેશભાઈ પાઠક, પિનાકિન શુકલ ચેરમેન, મહિસાગર જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ , જિલ્લા શિક્ષણાધિકારી કચેરીમાંથી ઉપસ્થિત મછાર સાહેબ, પાંડોર સાહેબ, વગેરે ની ઉપસ્થિતિમાં યોજાયો. .

આ કાર્યક્રમની વધુ માહિતી મહીસાગર જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ ના રાજ્ય પ્રતિનિધિ નીમેશકુમર સેવક અને બી.આર.સી.કો. ઓ. હિતેશકુમાર ઉપાધ્યાય દ્વારા જણાવાયું કે
આ પ્રદર્શનમાં બાળકો પોતાના રોજબરોજના જીવતા જીવનમાં વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ અપનાવ અને બાળકોમાં વિશ્વ વિજ્ઞાન પ્રત્યે રસ. રુચિ કેળવાય અને સર્જનશક્તિ ખીલે અંતર્ગત મહાનુભાવોએ વક્તવ્યો આપ્યા. બાળકોમાં સુષુપ્ત શક્તિ બહાર આવે તે માટે સૌ મહાનુભાવોએ પોતાના વક્તવ્યોમાં જણાવ્યું. કાર્યક્રમ ના અંતે વિજ્ઞાન
શિક્ષકો અને બાળકોને પ્રથમ ત્રણ પ્રપ્તિ કરનારને અને ભાગ લેનાર તમામ શાળાઓના બાળકોને અભિનંદન આપી, કાર્યક્રમ ના અંતે ને પૂર્ણ જાહેર કર્યો. આ પ્રદર્શનમાં પ્રાથમિક શાળાની 65 કૃતિઓ અને માધ્યમિક શાળાઓની 30 કૃતિઓ મળી, કુલ 95 કૃતિઓ રજૂ કરવામાં આવી.


9825094436
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.