સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં જૂન-2023થી સ્નાતકના કોર્સ 4 વર્ષ, અનુસ્નાતક 1 વર્ષ કરવા તૈયારી શરૂ
NEP અંતર્ગત સ્ટેચ્યુટ 158(A) નવા સ્વરૂપે મંજૂર કરાશે
યુનિવર્સિટી સંલગ્ન કોલેજોના ચાલુ-નવા જોડાણ સહિત કુલ 181 એજન્ડાની ચર્ચા થશે
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં તારીખ 23ને સોમવારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સિન્ડિકેટ રૂમમાં એકેડેમિક કાઉન્સિલની બેઠક મળવાની છે. આ મિટિંગમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન કોલેજોના ચાલુ જોડાણ અને નવા જોડાણ સહિતના જુદા જુદા 181 જેટલા એજન્ડાની ચર્ચા વિચારણા કર્યા બાદ મંજૂરી અપાશે. પરંતુ આ મિટિંગમાં સૌથી મહત્ત્વની બાબત એ છે કે આગામી જૂન-2023થી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અંતર્ગત સ્ટેચ્યુટ 158(A) મંજૂરી માટે એજન્ડામાં સામેલ કરાયું છે. આ સ્ટેચ્યુટ અંતર્ગત રાજ્યની અન્ય યુનિવર્સિટીઓની સાથે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પણ ગ્રેજ્યુએશન 4 વર્ષ અને પોસ્ટ ગ્રેજ્યુએશન 1 વર્ષનો કરવા અમલવારી કરવામાં આવશે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.