લીલીયા મોટા ખાતે શ્રી ક્રિષ્ના ક્રેડિટ કો.ઓ.સોસા.ની વાર્ષિક સાધારણ સભા મળી. - At This Time

લીલીયા મોટા ખાતે શ્રી ક્રિષ્ના ક્રેડિટ કો.ઓ.સોસા.ની વાર્ષિક સાધારણ સભા મળી.


લીલીયા મોટા ની શ્યામ વાડી ખાતે શ્રી.ક્રિષ્ના ક્રેડિટ કો.ઓ ની વાર્ષિક સાધારણ સભા મળી જેમાં સંસ્થાના ચેરમેન નિતીનભાઈ ત્રિવેદી,વા.ચેરમેન મુકેશભાઈ માતરીયા,મેને.ડિરે.કાંતીભાઈ શીંગાળા, તથા ડિરેકટરશ્રીઓ ઘનશ્યામભાઈ રાદડીયા, કિશોરભાઈ પાઠક,ભરતભાઈ શેખલીયા, બટુકભાઈ સોળીયા, હરેશભાઈ ગાંગડીયા, વિપુલભાઈ ડેર, હિરજીભાઈ કાંકરેચા, અતુલભાઈ ભટ્ટ, ઘનશ્યામભાઈ ભાલાળા, ઈલાબેન દવે,રૂપાબેન પાઠક, નિતાબેન વાઘેલા હાજર રહેલ.આ સભામાં બોહળી સંખ્યામાં ભાઈઓ/બહેનો સભાસદો હાજર રહેલા સભા ની શરૂઆત આવેલ મહાનુભાવો ના વરદ હસ્તે દિપ પ્રાગટય કરી સભા માં આવેલ આમંત્રિત મહેમાનોનુ સ્વાગત અને સન્માન કરવામાં આવેલ. ત્યારબાદ સંસ્થાના માનદ મેનેજર જીતેન્દ્રભાઈ પાઠક દ્વારા વાર્ષિક અહેવાલ રજુ કરાયો .ત્યારબાદ મુકેશભાઈ માતરીયા, કિશોરભાઈ પાઠક, ભરતભાઈ શેખલીયા દ્વારા સંસ્થા અંગેની માહિતી તેમજ સભાસદ ભેટ અંગેની માહિતી પુરી પાડવામાં આવેલ આ સભાની આભારવિધી હરેશભાઈ ગાંગડીયા દ્વારા કરવામાં આવેલ, સભાનુ સફળ અને સુંદર સંચાલન દયાબેન કવા તથા વિનિતભાઈ ગજજર દ્વારા કરવામાં આવેલ સભા પૂર્ણતાની સાથે આવેલ મહેમાનશ્રીઓ તથા ડિરેકટરશ્રીઓ અને તમામ સભાસદો માટે ભોજન ની વ્યવસ્થા કરવા માં આવેલ તેમ ઈમરાન પઠાણ ની અખબારી યાદી માં જણાવેલ છે

રિપોર્ટર
ઈમરાન એ પઠાણ
લીલીયા મોટા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.