લીલીયા મોટા રઘુવંશી સમાજ દ્વારા જ્ઞાનપ્રકાશ દાસજી સ્વામી એ કરેલ જલારામ બાપા વિશે ટિપ્પણી ના વિરોધ માં આવેદન પત્ર પાઠવાયું - At This Time

લીલીયા મોટા રઘુવંશી સમાજ દ્વારા જ્ઞાનપ્રકાશ દાસજી સ્વામી એ કરેલ જલારામ બાપા વિશે ટિપ્પણી ના વિરોધ માં આવેદન પત્ર પાઠવાયું


લીલીયા મોટા ખાતે રઘુવંશી સમાજ ના પ્રમુખ હિતેશભાઈ કારીયા તેમજ રઘુવીર સેના ના પ્રમુખ કિરીટભાઈ રવાણી ની આગેવાનીમાં જ્ઞાનપ્રકાશદાસજી સ્વામી એ જલારામ બાપા નું અપમાન કરવા બાબત લીલીયા પોલીસ સ્ટેશન તેમજ મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવ્યું આવેદન પત્ર માં જણાવેલ કે સ્વામીનારાયણ વડતાલ સંપદાયમાં સાધુ તરીકે અને સંત તરીકેની વર્ણી કરેલી હોય ત્યારે એક સત્સંગ સભા સુરતમાં ચાલતી હતી તે સત્સંગ સભામાં ધર્મ વિશેની વાત કરવાની હોય પરંતુ આ સભામાં સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુ દ્વારા રઘુવંશી સમાજના ધર્મગુરૂ સંત શીરોમણી જલારામ બાપા વીશે ખોટી બફાટ વાતો કરીને તથા તેમના વિરુધ્ધ ખોટી ટીપ્પણી કરેલ હોય. ત્યારે આ સાધુ ને સંપ્રદાયમાંથી હાંકી કાઢવા જોઈએ જેથી તેનું લાંછન સંપુર્ણ સ્વામીનારાયણ સંપ્રદાય પર ન લાગે અને આવી ખોટી ધર્મ વિશેની વાતો કરીને હીન્દુ ધર્મને બદનામ ન કરે સુરત ખાતે એક સત્સંગ સભા ચાલતી હોય તેમા રઘુવંશી સમાજના સંતશ્રી જલારામ બાપા એક મહાન સંત હોય અને હીન્દુ ધર્મનુ પુરતુ જ્ઞાન ધરાવતા ન હોય અને સત્સંગ વીશેનું પણ પુરતુ જ્ઞાન ન હોય આમ સત્સંગ સભા દરમીયાન વ્યાસ પીઠ પર બેસીને જે સત્સંગ સભા કરેલ તેમા ઉલલેખ કરેલ કે સંતશ્રી જલારામ બાપાનાં અન્નક્ષેત્રની વાર્તામાં પણ ગુણાતીતાનંદ સ્વામીએ તેમને આશીર્વાદ આપેલા અને જલા બાપા યાને જલારામ બાપાને સારો એવો સાધુ સંતનો સબંધ ચાલી આવેલ હતો. જેને કારણે આ બધા અન્નક્ષેત્ર ચાલી આવેલ છે. આમ આ સાધુ એ ક્યાં શાસ્ત્રમાં વાંચીને આ સંભળાવેલુ છે અને આ મીલાપનો કઈ જગ્યાએ ઉલ્લેખ છે અને જલા ભગત વીશે થયેલ વાર્તાનો વ્યાસ પીઠ પર બેસીને ખોટી ધર્મ વિશેની વાતો કરીને લોકોને ગેરમાર્ગે દોડાવાનો પ્રયાસ કરેલ છે. અને વધુમાં એવુ જણાવેલ કે ગુણાતીતાનંદ સ્વામીનાં કારણે જ વીરપુરમાં સદાવ્રત યાને અન્નક્ષેત્ર ચાલી આવેલ છે એવી સત્સંગ સભા દરમીયાન ખોટી વાર્તાઓ કહીને એક રઘુવંશી લોહાણા સમાજનું ખુબજ ઘોર અપમાન કરેલ છે.સ્વામી ને સત્સંગ વિશેનો સંપુર્ણ ખ્યાલ ન હોય અને આપણા હીન્દુ ધર્મના સંતો તથા ગુરૂઓ વિશે કઈ રીતે વાત કરવી કઈ ભાષામાં વાત કરવી અને જલારામ બાપા એક મહાન સંત હોય અને જલારામ બાપા ૫૨ ભોજલરામ બાપાનાં આશીર્વાદ હોય અને ભોજલરામ બાપાનાં આશીર્વાદ એ જલારામ બાપાની સેવા તથા તેની નિષ્ઠા જોઈ જલારામ બાપાનો એક સંકલ્પ હતો કે મારે વીરપુરમાં એક સદાવ્રત યાને અન્નક્ષેત્ર ની ઈચ્છા હોય આમ તેમની તમામ સેવા તથા કર્તવ્ય નિષ્ઠા જોઈને ભોજલરામ બાપાએ આશીર્વાદ આપેલ જેના કારણે વીરપુરમાં અન્નક્ષેત્ર ચાલી રહયું છે.ખોટી બફાટ આ સ્વામી એ વ્યાસ પીઠ પર થી કરીને રઘુવંશી સમાજનું અપમાન કરેલ છે. જેમાં સંતોજ નહી આ અગાઉ સ્વામીનારાયણ સંપ્રદાયનાં સંતો અવાર નવાર ખોટી વાતો કરીને હીન્દુ ધર્મને બદનામ કરવાનો તથા ખોટી હીન્દુ ધર્મ વીશે ટીપ્પણીઓ કરી બફાટ વાતો કરીને રઘુવંશી સમાજનું તથા સંતશ્રી જલારામ બાપાનું અપમાન કરેલ છે સ્વામી વીરપુર જલારામ બાપાનાં મંદીર પર આવીને જાહેરમાં માફી માંગી અને લેખીત માફીનામું આપી બીજી વાર આવી ભુલ ન થાઈ તે ભાન માટે આ ફોજદારી ફરીયાદ નોંધી ફોજદારી રાહે કાર્યવાહી કરવા નમ્ર અરજ લોહાણા સમાજના પ્રમુખ હિતેશભાઈ કારીયા તેમજ કિરીટભાઈ રવાણીની આગેવાની તળે લીલીયા પોલીસ સ્ટેશન તેમજ મામલતદાર કચેરી ખાતે આવેદન પત્ર પાઠવવા માં આવેલ છે તેમ ઈમરાન પઠાણ ની અખબારી યાદી માં જણાવેલ છે

રિપોટર
ઈમરાન એ પઠાણ
લીલીયા મોટા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image