આજે તારીખ ૨૯ જુલાઈ ૨૦૨૨ ને શુક્રવાર ના રોજ *ઈન્ટરનેશનલ નેચરોપેથી ઓર્ગેનાઈઝેશન - સૂર્યા ફાઉન્ડેશન* દ્વારા *આયુષ મંત્રાલય ભારત સરકાર દ્વારા સંચાલિત રોગ મુક્ત ભારત અભિયાન* - At This Time

આજે તારીખ ૨૯ જુલાઈ ૨૦૨૨ ને શુક્રવાર ના રોજ *ઈન્ટરનેશનલ નેચરોપેથી ઓર્ગેનાઈઝેશન – સૂર્યા ફાઉન્ડેશન* દ્વારા *આયુષ મંત્રાલય ભારત સરકાર દ્વારા સંચાલિત રોગ મુક્ત ભારત અભિયાન*


આજે તારીખ ૨૯ જુલાઈ ૨૦૨૨ ને શુક્રવાર ના રોજ *ઈન્ટરનેશનલ નેચરોપેથી ઓર્ગેનાઈઝેશન - સૂર્યા ફાઉન્ડેશન* દ્વારા *આયુષ મંત્રાલય ભારત સરકાર દ્વારા સંચાલિત રોગ મુક્ત ભારત અભિયાન* અંતગર્ત એક *નેચરોપેથી કૅમ્પ* નું આયોજન *શ્રી એસ.એસ.મહેતા આર્ટ્સ એન્ડ એમ એમ પટેલ કોમર્સ કોલેજ, હિંમતનગર* ખાતે *આયોજક :-INO ના સદસ્ય શ્રી કમલેશકુમાર પરમાર યોગ ઈન્સ્ટ્રક્ટર અને મૂલ્યાંકન કર્તા* દ્વારા તેમજ *સહ-આયોજક* કૉલેજ ના જ *પ્રોફેસર ડૉ બી.જી.પરમાર સાહેબ શ્રી* દ્વારા ખૂબ હ્દય સ્પર્શી આયોજન કરવામાં આવ્યું..
જેમાં *અધ્યક્ષ* સ્થાને *સરકારી આયુર્વેદ દવાખાનુ, મોહનપુર, તલોદ ના મેડિકલ ઓફિસર વૈધ પૂજાબેન વિહારીયા B.A.M.S. & M.S. ( પ્રસૂતિ તંત્ર એવંમ સ્ત્રી રોગ નિષ્ણાંત, ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી જામનગર* દ્વારા *રોજિંદા જીવનમાં આયુર્વેદ અને પ્રાકૃતિક ચિકિત્સા પદ્ધતિ નું મહત્વ* વિષય પર ઉત્કૃષ્ટ વક્તવ્ય આપ્યું. આ સેમિનારમાં કૉલેજ ના *પ્રિન્સીપાલ ડો ઉત્પલ પટેલ સાહેબ શ્રી* તેમજ તમામ પ્રોફેસર સાહેબ શ્રી અને કૉલેજ ના *હેલ્થ કમિટી ના સભ્યો* અને કૉલેજ ના વિધાર્થીઓ દ્વારા વિશેષ હાજરી આપી કાર્યક્રમને સુશોભિત કર્યો.

આબીદઅલી ભુરા
હિંમતનગર સાબરકાંઠા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.