આજરોજ જસદણ ખાતે ખેડૂતો દ્વારા મામલતદાર તેમજ જી ઈ બી માં આવેદનપત્ર આપવામાં આવ્યું - At This Time

આજરોજ જસદણ ખાતે ખેડૂતો દ્વારા મામલતદાર તેમજ જી ઈ બી માં આવેદનપત્ર આપવામાં આવ્યું


આજરોજ જસદણ ખાતે ખેડૂતો દ્વારા મામલતદાર તેમજ જી ઈ બી માં આવેદનપત્ર આપવામાં આવ્યું

હાડ થીજાવે તેવી ઠંડીમાં રાત્રે ખેતરોમાં પાણી વાળવા જગતનો તાત મજબૂર

જસદણ વિસ્તારમાં કડકડતી ઠંડીમાં સળંગ રાત્રેવીજળીના સપ્લાયથી ખેડૂતોને હાલાકી

સરકારની સૂર્યોદય યોજના અધ્ધરતાલ : ખેડૂતો દ્વારા વ્યક્ત થયેલો આક્રોશ

જસદણ ગ્રામ્ય વિસ્તારના ખેડૂતો ને એમના ખેત વિસ્તારમાં રાત્રીના સમયે વીજ પુરવઠો મળતા ખેડૂતોન ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. એક તરફ ભારે કોલ્ડ વેવના કારણે સલામતી રાખવા માટે સરકાર દ્વારા અપીલ કરવામાં આવી રહી છે રાત્રિના સમયે કામ વગર બહાર ન નીકળવા અને સવારે પણ શાળાના વિદ્યાર્થીઓના આરોગ્યને ધ્યાનમાં લઇ શાળાનો સમય પણ મોડો કરવામાં આવ્યો છે. ત્યારે ખેતી વાળા વિસ્તારમાં રાત્રિના સમયે વીજ પુરવઠો આપવામાં આવતા ધરતીપુત્રોને આવી કડકડતી ઠંડીમાં ખેતરોમાં કામ કરવા મજબૂર થવું પડી રહ્યું છે. આ મામલે તમામ ખેડૂતો જસદણ મામલતદાર અધિકારીને આવેદન પત્ર દેવા માટે આજરોજ ગયા હતા તેમજ જીએબીના દતાણી સાહેબને પણ આવેદન આપ્યું હતું કે વહેલી તકે દિવસનો કાપ કરે તેવી ખેડૂતોની માંગણી હતી તેને લઈને ખેડૂતોએ આવેદનપત્ર દેવાનું ગોઠવ્યું હતું આજે પાવરની જંજટમાંથી મુક્તિ મળશે અને દિવસે ખેડૂતો ને વીજળી મળી રહેશે પરંતુ આ યોજના હાલ તો અધ્ધરતાલ છે.

રીપોર્ટ રસીક વિસાવળીયા જસદણ 7801900172


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon