યુનિવર્સિટીના 15805 વિદ્યાર્થીના પ્રશ્નપત્ર ઈ-મેલથી, 26294ના રૂબરૂ પેપર મોકલાશે
9મીથી 42099 વિદ્યાર્થીની પરીક્ષા; કોમર્સ સિવાયની ફેકલ્ટીમાં QPDS સિસ્ટમ લાગુ કરાશે
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા આગામી તારીખ 9 નવેમ્બરથી જુદા જુદા 20 કોર્સની પરીક્ષા લેવાનાર છે ત્યારે અગાઉની પરીક્ષામાં પેપર લીકની ઘટનાને પગલે આ પરીક્ષામાં QPDS (ક્વેશ્ચન પેપર ડિલિવરી સિસ્ટમ) લાગુ કરવાની જાહેરાત કરવામાં આવી હતી અને તેને અમલી કરવા પણ તૈયારીઓ ચાલી રહી છે. પરંતુ યુનિવર્સિટીની 9મીથી શરૂ થતી પરીક્ષામાં કોમર્સ સિવાયની ફેકલ્ટીમાં જ QPDS સિસ્ટમ લાગુ કરવા પ્રાથમિક ધોરણે તૈયારી ચાલી રહી છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.