તમિલનાડુમાં મંદિરના ઉત્સવમાં એક વ્યક્તિ અંગારામાં પડી ગયો:માનતા પુરી કરવા આવ્યો હતો, સારવાર દરમિયાન મોતને ભેટ્યો; ઉત્સવમાં ભકતો અંગારા પર ઉઘાડા પગે ચાલે છે - At This Time

તમિલનાડુમાં મંદિરના ઉત્સવમાં એક વ્યક્તિ અંગારામાં પડી ગયો:માનતા પુરી કરવા આવ્યો હતો, સારવાર દરમિયાન મોતને ભેટ્યો; ઉત્સવમાં ભકતો અંગારા પર ઉઘાડા પગે ચાલે છે


તમિલનાડુના રામનાથપુરમ જિલ્લામાં એક ઉત્સવ દરમિયાન 56 વર્ષીય ભક્ત કેશવનનું અંગારા વચ્ચે પડી જવાથી મૃત્યુ થયું. આ ઘટના કુયાવનકુડી ખાતે અંગારા પર ચાલવાના અનુષ્ઠાન દરમિયાન બની હતી. આ દુર્ઘટનાનો એક વીડિયો વાયરલ થયો છે. આ ધાર્મિક વિધિ, જેને સ્થાનિક રીતે થેમિધિ થિરુવિઝા તરીકે ઓળખવામાં આવે છે, તે વાર્ષિક સુબ્બૈયા મંદિર ઉત્સવનો એક ભાગ છે. જે આ વખતે 10 એપ્રિલથી શરૂ થયો હતો. ભક્તો પોતાની માનતા પુરી કરવા અને આશીર્વાદ મેળવવા માટે સળગતા અંગારાથી ભરેલા ખાડામાં ઉઘાડા પગે ચાલે છે. કેશવન પોતાની માનતા પુરી કરવા માટે આવ્યો હતો વલન્થરાવાઈ ગામના રહેવાસી કેશવન પણ 10 એપ્રિલથી શરૂ થયેલી થેમિધિ થિરુવિઝા અનુષ્ઠાન માટે આવ્યો હતો. પોતાની માનતા પુરી કરતી વખતે, કેશવન પોતાનું બેલેન્સ ગુમાવી દીધુ અને સળગતા અંગારા પર પડી ગયો. મંદિરમાં હાજર બચાવ ટીમે તેને તાત્કાલિક બહાર કાઢ્યો અને રામનાથપુરમ જિલ્લા સરકારી હોસ્પિટલમાં દાખલ કર્યો, જ્યાં સારવાર દરમિયાન તેનું મૃત્યુ થયું. આ પહેલા આ મહિનાની શરૂઆતમાં પણ તમિલનાડુના અવરાંગાડુમાં અગ્નિ મરિયમ્મન મંદિર ઉત્સવ દરમિયાન એક માણસ તેના 6 મહિનાના બાળક સાથે સળગતા અંગારા પર ચાલતી વખતે પડી ગયો હતો, જેનો એક વીડિયો પણ વાયરલ થયો હતો. તહેવારો દરમિયાન કેટલાક અકસ્માતો થયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image