કોરોના સંક્રમણની સાથે નવી આફત ઓગસ્ટ મહિનામાં અમદાવાદમાં ૬ વર્ષ સુધીના ૨૭ બાળક સહિત સ્વાઈનફલૂના ૩૩૬ કેસ - At This Time

કોરોના સંક્રમણની સાથે નવી આફત ઓગસ્ટ મહિનામાં અમદાવાદમાં ૬ વર્ષ સુધીના ૨૭ બાળક સહિત સ્વાઈનફલૂના ૩૩૬ કેસ


અમદાવાદ,બુધવાર,17
ઓગસ્ટ,2022અમદાવાદમાં કોરોના સંક્રમણની સાથે સ્વાઈન ફલૂની નવી આફત
શહેરીજનો ઉપર આવી પડી છે.ઓગસ્ટ મહિનામાં શહેરમાં છ વર્ષ સુધીની વય ધરાવતા ૨૭ બાળક
સહિત સ્વાઈન ફલૂનાં કુલ ૩૩૬ કેસ અત્યાર સુધીમાં નોંધાઈ ગયા છે.સ્વાઈન ફલૂના કેસમાં
એકાએક થયેલા વધારાના પગલે મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તકની હોસ્પિટલોમાં સ્વાઈન
ફલૂના દર્દીઓને સારવાર આપવા માટે આઈસોલેશન વોર્ડ કાર્યરત કરવામાં આવ્યા છે.

ઓગસ્ટ મહિનાના આરંભથી શહેરમાં કોરોના ઉપરાંત સ્વાઈન ફલૂના
કેસની સંખ્યામાં પણ ખુબ ઝડપથી વધારો થવા પામ્યો છે.મ્યુનિસિપલ કોર્પોરેશનના એડીશનલ
મેડીકલ ઓફિસર ઓફ હેલ્થ ડોકટર ભાવિન જોશીએ પ્રતિક્રીયા આપતા કહયુ,આ મહિનાની
શરુઆતથી અત્યાર સુધીમાં સ્વાઈન ફલૂના ૩૩૬ કેસ નોંધાવા પામ્યા છે એમાં ૬ વર્ષ
સુધીના ૨૭ બાળકોમાં પણ સ્વાઈન ફલૂના લક્ષણ જોવા મળ્યા છે.૬થી ૧૫ વય જુથના કુલ ૬૮
બાળક સ્વાઈનફલૂ સંક્રમિત થયા છે.૧૬ થી ૪૦ વય જુથના ૮૪ લોકો સ્વાઈનફલૂ ગ્રસ્ત થયા
છે.૪૧થી ૫૫ વયના ૭૯ લોકો સ્વાઈનફલૂનો શિકાર બન્યા છે.૫૬ થી વધુ વય ધરાવતા ૭૮
લોકોમાં સ્વાઈનફલૂના લક્ષણ જોવા મળ્યા છે.સ્વાઈનફલૂના વધતા જતા કેસને ધ્યાનમાં લઈ
મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તકની હોસ્પિટલમાં દર્દીઓને સારવાર આપવા આઈસોલેશન વોર્ડ
શરુ કરાયા છે.જુલાઈ મહિનામાં શહેરમાં સ્વાઈન ફલૂના ૩૦ થી વધુ કેસ નોંધાયા
હતા.સ્વાઈનફલૂને ત્રણ કેટેગરીમાં મુકવામાં આવતો હોય છે.એ કેટેગરીમાં શરદી,ખાંસી,તાવ આવવા જેવા
ચિન્હ દર્દીમાં જોવા મળતા હોય છે.બી કેટેગરીમાં દર્દી કોમોર્બિડ એટલે કે બીજી
બિમારી ધરાવતો હોય અને હાઈ ટેમ્પરેચર રહેતુ હોય.ત્રીજી સી-કેટેગરીમાં દર્દીમાં
ન્યુમોનિયાની અસર જોવા મળતી હોય ઉપરાંત ફેફસા ઉપર અસર જોવા મળતી હોય છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.