સોનામાં આગ ઝરતી તેજી વચ્ચે સોનેરી તક! સોવરિન ગોલ્ડ બોન્ડ વેચી નફો બુક કરો - At This Time

સોનામાં આગ ઝરતી તેજી વચ્ચે સોનેરી તક! સોવરિન ગોલ્ડ બોન્ડ વેચી નફો બુક કરો


સોનાની કિંમતો રોજ નવી ઉંચાઈ હાંસલ કરી રહી છે. ગઈકાલે મોટાભાગના શહેરોમાં સોનાની કિંમત રૂ. 75000થી વધી છે. એપ્રિલમાં અત્યારસુધીમાં સોનાનો ભાવ રૂ. 5500 સુધી વધ્યો છે. સોવરિન ગોલ્ડ બોન્ડમાં હાલ 33 ટકાથી વધુ રિટર્ન જોવા મળ્યું છે. સોનાની આ આગ ઝરતી તેજીનો લાભ લેતાં રોકાણકાર સોવરિન ગોલ્ડ બોન્ડ વેચી નફો બુક કરી શકે છે. શું તે શક્ય છે? આવો જાણીએ...

નેશનલ સ્ટોક એક્સચેન્જ ખાતે 15 એપ્રિલે 22.43 કરોડના સોવરિન ગોલ્ડ બોન્ડમાં વોલ્યૂમ નોંધાયા હતા. સોવરિન ગોલ્ડ બોન્ડ એ ડિમટિરિયલાઈઝ્ડ રૂપમાં ભૌતિક સોના જેટલું જ શુદ્ધ અને તેના કરતાં વધુ સુરક્ષિત છે. ઉલ્લેખનીય છે, કે, સોવરિન ગોલ્ડ બોન્ડનો મેચ્યોરિટી પિરિયડ 8 વર્ષનો છે, આઠ વર્ષ બાદ જ સોવરિન ગોલ્ડ બોન્ડ વેચી શકો છો. જો કે, ગોલ્ડ બોન્ડની ઈશ્યૂ તારીખના પાંચ વર્ષ બાદ આરબીઆઈ મારફત પણ તેમાંથી રોકાણ પાછું ખેંચી શકો છો.

1710178187165-0" data-google-query-id="CMyKl4OXyYUDFR6fZgIdUAUGuQ">

આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.