ગુજરાતમાં વિકાસની વાતો વચ્ચે પત્નીને હળ ખેંચવા મજબૂર બન્યો ખેડૂત

ગુજરાતમાં વિકાસની વાતો વચ્ચે પત્નીને હળ ખેંચવા મજબૂર બન્યો ખેડૂત


ગુજરાતમાં ખેડૂતોની આ સ્થિત જ સાચા વિકાસનું ચિત્ર રજુ કરે છે.ગુજરાતના નર્મદા જિલ્લાના બારખાડીના કમોદીયા ગામના ખેડૂત પાસે બળદ ખરીદી ન કરી શકવાને કારણે પોતાની પત્નીને હળ જોતરવા મજબુર બન્યો હતો. ગુજરાત સરકાર વિકાસની મોટી મોટી વાતો કરે છે ત્યારે ઘણી વાર કેટલાક સમાચાર એવા પણ આવે છે જેનાથી વિકાસના દાવા પોકળ સાબિત થાય છે. ગુજરાતના જગતના તાતની સ્થતિ ખુબ જ દયનિય છે અને તાંગીના કારણે પોતે બળદ ખરીદવા આર્થિક રીતે સક્ષમ ન હોવાને કારણે નર્મદા જિલ્લાનો ખેડૂત પોતાની પત્નીને હળ જોતરવા મજબુર બન્યો હતો.આ એક તસ્વીર જ ઘણું બધું કહી જાય છે. ગુજરાતમાં ખેડૂતોની આ સ્થિત જ સાચા વિકાસનું ચિત્ર રજુ કરે છે. સરકાર દાવો કરે છે કે ગુજરાતમાં વિદેશી રોકાણ વધ્યું છે અને તેને લીધે ખુબ જ વિકાસ થયો છે. આ વિકાસ કોનો થયો છે અને કઈ રીતે થયો છે તે સૌ જાણે છે. ગુજરાતના નર્મદા જિલ્લાના બારખાદી કમોદીયા ગામની આ તસ્વીર છે જ્યાં ખેતર ખેડવા ખેડૂતે બળદના ઉપયોગના બદલે તેમની પત્નીએ હળ જોતર્યું હતું.નર્મદા જિલ્લો ડુંગરાળ વિસ્તાર હોવાથી ફક્ત ચોમાસા આધારિત ખેતી જ થાય છે. વરસાદ પડ્યા પછી વાવેતર સમયે હળ જોડવા માટે બળદ ખરીદવા કે ટ્રેક્ટર ખરીદવા તે ખેડૂત આર્થિક સક્ષમ નથી. આ ખેડૂતનો વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. આ વિડીયોમાં ગુજરાતના ખેડૂતની સાચી સ્થિતિ ચરિતાર્થ થાય છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
Translate »