અમેરિકાની ફ્લાઇટમાં નશામાં ધૂત શખ્સે પેશાબ કર્યો:આરોપીએ તેના કપડા પણ ઉતાર્યા, ક્રૂએ વિમાનનું ઈમરજન્સી લેન્ડિંગ કરાવવું પડ્યું
નશામાં ધૂત એક પેસેન્જરે બુધવારે અમેરિકન એરલાઈન્સની ફ્લાઈટે ઈમરજન્સી લેન્ડિંગ કરવા મજબુર થઈ હતી. શખ્સે ફ્લાઈટમાં પેસેન્જર્સની સામે જ પોતાના કપડા ઉતારી દીધા અને વિમાનમાં જ પેશાબ કર્યો. નીલ મેકકાર્થી (25) નામના આ વ્યક્તિ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. તેના પર જાહેરમાં અભદ્ર પ્રદર્શન કરવાનો આરોપ છે. ઓરેગોનના રહેવાસી મેકકાર્થીએ સ્વીકાર્યું કે તેણે વ્હિસ્કીની ઘણી બોટલો પીધી હતી. ફોક્સ બિઝનેસના રિપોર્ટ અનુસાર, આ ઘટના અમેરિકન ઈગલ ફ્લાઈટ 3921માં બની હતી. વિમાન શિકાગોથી માન્ચેસ્ટર જઈ રહ્યું હતું. નીલ મેકકાર્થી પેશાબ કરવાને કારણે વિમાનનું ન્યૂયોર્કના બફેલોમાં ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. ફ્લાઇટમાં ચડતા પહેલા ખુબ દારૂ ઢીંચ્યો હતો
વિમાન એરપોર્ટ પર ઉતરતાની સાથે જ મેકકાર્થીને કસ્ટડીમાં લેવામાં આવ્યો હતો. પોલીસે જણાવ્યું હતું કે વિમાનમાં સવાર એક મુસાફર પાસેથી પુરાવા તરીકે મેળવેલા ફોટામાં મેકકાર્થી પેશાબ કરતો દેખાતો હતો. પોલીસે પ્લેનમાં હાજર ક્રૂ અને અન્ય લોકોના નિવેદન પણ લીધા છે. કસ્ટડીમાં રહેલા મેકકાર્થીએ પોલીસને જણાવ્યું કે તેણે ટેક ઓફ કરતા પહેલા ઘણો દારૂ ઢીંચ્યો હતો. ઉડાન દરમિયાન જ્યારે ફ્લાઈટ શિકાગોમાં રોકાઈ ત્યારે પણ તેણે અનેક પેગ પીધા હતા. આરોપીને 6 મહિનાની જેલ થઈ શકે છે
મેકકાર્થીએ સ્પષ્ટતા કરી હતી કે જ્યારે તે બાથરૂમમાંથી પરત ફર્યો ત્યારે તેને પેશાબ સંબંધિત સમસ્યાઓને કારણે અચાનક બેચેની અનુભવવા લાગી. જે બાદ તેને કોરિડોરમાં જ પેશાબ કરવા મજબુર થયો હતો. એરલાઈન્સે તેનું નિવેદન નોંધ્યું છે. એરલાઈને પોતાના નિવેદનમાં કહ્યું કે બફેલોમાં ઈમરજન્સી લેન્ડિંગ કર્યા બાદ થોડી જ વારમાં વિમાનને માન્ચેસ્ટર રવાના કરવામાં આવ્યું હતું. એરલાઈને તેના કર્મચારીઓના પ્રોફેશનલ વલણની પ્રશંસા કરી છે. આ સાથે યાત્રીઓનો પણ સહકાર બદલ આભાર માન્યો છે.
રિપોર્ટ અનુસાર, મેકકાર્થીને યુનાઈટેડ સ્ટેટ્સ કોડ સેક્શન 46506 હેઠળ અભદ્ર વર્તન માટે 6 મહિનાની જેલ અને 5,000 હજાર ડોલર (રૂ. 4 લાખથી વધુ)નો દંડ થઈ શકે છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.