ડૉક્ટર@હોમ...:એક કૉલ પર ક્લિનિક ઘરે પહોંચી જશે... 30 સેકન્ડમાં દાંતની સમસ્યાનું નિદાન, બાયોએન્જિનિયર્ડ કૉર્નિયા આંખોને નવું જીવનદાન આપશે - At This Time

ડૉક્ટર@હોમ…:એક કૉલ પર ક્લિનિક ઘરે પહોંચી જશે… 30 સેકન્ડમાં દાંતની સમસ્યાનું નિદાન, બાયોએન્જિનિયર્ડ કૉર્નિયા આંખોને નવું જીવનદાન આપશે


અનિરુદ્ધ શર્મા | નવી દિલ્હી
જો કોઇ બીમાર છે અને એકલા રહે છે તો માત્ર એક કૉલ પર ‘ક્લિનિક’’ ઘરે પહોંચી જશે. તે ઉપરાંત દાંતોનું ઘર પર જ ટેસ્ટિંગ અને બાયોએન્જિનિયર્ડ કૉર્નિયા જેવા ઇનોવેશન ગ્લોબલ બાયો ઇન્ડિયા સમિટમાં રજૂ કરાયાં હતાં.
અત્યારે નોઇડા, ગ્રેટર નોઇડા અને ગાઝિયાબાદમાં ‘ડૉક્ટર એટ હોમ’’ સર્વિસની ટ્રાયલ ચાલી રહી છે. સુવિધા માટે તેની વેબસાઇટ અથવા એપ પર રજિસ્ટ્રેશન કરાવવું પડશે. ત્યારબાદ ડૉક્ટર અને ટાઇમ સ્લૉટ પસંદ કરવાનો છે. ત્યારબાદ કૉલ સેન્ટર પરથી ફોન આવશે, તે દર્દીની જરૂરિયાતને સમજશે અને અપોઇન્ટમેન્ટ કન્ફર્મ કરશે. ત્યારબાદ એડ્રેસ પર તાલીમ પામેલા પેરામેડિકલ સ્ટાફ મશીન લઇને પહોંચશે. ડૉક્ટરનું સેશન શરૂ થયા પહેલાં મહત્ત્વપૂર્ણ સંકેત રેકોર્ડ કરે છે. આ જાણકારી સ્ક્રીન પર શેર કરવાની સાથે જ ડૉક્ટરની સાથે લાઇવ સેશન શરૂ થાય છે. પેરામેડિકલ સ્ટાફની પાસે હાઇ રિઝોલ્યુશન કેમેરા રહે છે, જે દર્દીનાં અંગોને નજીકથી જોવામાં મદદરૂપ થાય છે. એટેન્ડટ પણ સેશનમાં જોડાઇ શકે છે. સ્ટાફ તાત્કાલિક દવા પણ આપશે. અત્યારે બે પ્રકારની સેવા છે, તેમાં કિટની સાથે પેરામેડિકલ સ્ટાફની ફી 500 રૂ. તેમજ ક્રિટિકલ કેસમાં એબ્યુલન્સ માટે 700 રૂપિયા ફી છે.
ટેલી કન્સલટન્સીથી આગળ... ડૉક્ટર એટ હોમના શૈલેન્દ્ર સિન્હા અનુસાર વૃદ્ધો તેમજ ઘરમાં એકલા રહેતા દર્દીઓ માટે આ સેવા મહત્ત્વપૂર્ણ છે. દાંતોના ફોટો તેમજ એક્સ-રે, હવે ઘરે જ લઇ શકાશે
દાંતોમાં દુખાવાની તપાસ હવે ઘરે જ થઇ શકશે. સ્ટાર્ટઅપ ‘ડેન્ટિફ્રાઇસ’’એ આ સુવિધા શરૂ કરી છે. એજન્ટો ઘરે પહોંચીને એઆઇ સ્કેનર મારફતે 30 સેકન્ડમાં દાંતોનો ફોટો તેમજ એક્સ-રે લેશે. ડૉ. આદિત્ય ઠાકુર જણાવે છે કે દર્દીને સમસ્યા બતાવવાની સાથે જ મેડિકલ રિપોર્ટ પેનલથી જોડાયેલા ડૉક્ટરોનો મોકલાય છે. કોર્નિયાનો ઘા આપોઆપ રૂઝાશે, ટ્રાન્સપ્લાન્ટ કરવાની જરૂર નથી
આંખોના કૉર્નિયાને નુકસાન પહોંચે છે. તેનાથી અંધાપો આવી શકે છે. ત્યારે માત્ર કૉર્નિયા ટ્રાન્સપ્લાન્ટનો વિકલ્પ બચે છે. તેના માટે ડોનર જરૂરી છે. પેન્ડોરમ સ્ટાર્ટઅપે એવો બાયો એન્જિનિયર્ડ કૉર્નિયા બનાવ્યો છે જે મૂળ કોર્નિયાના રિજનરેશનમાં મદદ કરે છે. કોર્નિયા પોતાની રીતે જ ડીજનરેટ થઇ જાય છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.