ઉ. ગુ.માં જીએસટીના દરોડામાં 3 વેપારી પાસેથી 36.79 લાખની કરચોરી ઝડપાઈ - At This Time

ઉ. ગુ.માં જીએસટીના દરોડામાં 3 વેપારી પાસેથી 36.79 લાખની કરચોરી ઝડપાઈ


મહેસાણા,
તા.2બોગસ બીલીંગ કરીને જીએસટીની ચોરી કરતાં વેપારીઓ ઉપર સ્ટેટ
જીએસટી વિભાગે દરોડા પાડીને તપાસ શરૃ કરી હતી. જેમાં મહેસાણાના ૩, પાટણના ૨ અને
બનાસકાંઠાના ૧ વેપારીની તપાસ શરૃ કરી હતી. આ તપાસ દરમિયાન બનાસકાંઠાના ૧ અને
પાટણના બે વેપારીઓ પાસેથી રૃપિયા ૩૬.૭૯ લાખની કરચોરી પકડાતાં તેની વસૂલાત કરાઈ
હતી. જ્યારે હજુ પણ તપાસ ચાલુ હોવાથી વધુ કરચોરી પકડાય તેવી શક્યતા છે.

સ્ટેટ જીએસટી વિભાગે મહેસાણાની પ્રાયોસા સ્ટેનલેસ પ્રા.લી., સંગીતા કેમીકલ્સ લીમીટેડ, પીકેએસ ટેકોનબીલ્ડ
પ્રા.લી., બનાસકાંઠાની
ઠક્કર હરેશકુમાર હીરાલાલ અને પાટણની જય ટ્રેડર્સ તેમજ ઉમા સ્ક્રેપ ઉપર દરોડા પાડીને
તપાસ કરવામાં આવી રહી છે. જેમાં ૩ વેપારીઓ દ્વારા બોગલ બીલીંગ કરીને ખોટી વેરાશાખ મેળવીભરવાપાત્ર
જીએસટી સામે વેરાશાખ મજરે મેળવી ખૂબ જ ઓછો વેરો ભરીને સરકારને મોટી રકમનુ નાણાકીય નુકશાન
કરવામાં આવતુ હોવાનુ ધ્યાને આવ્યુ હતુ. આ તપાસમાં બનાસકાંઠાના ઠક્કર હરેશકુમાર હીરાલાલ
નામના વેપારી પાસેથી રૃપિયા ૧૯.૯૯ લાખ,
પાટણના જય ટ્રેડર્સમાંથી રૃપિયા ૬.૮૦ લાખ અને ઉમા સ્ક્રેપમાંથી રૃપિયા ૧૦ લાખ મળીને
કુલ રૃપિયા ૩૬.૭૯ લાખની કરચોરી પકડાતા ઉપરોક્ત રકમની વસૂલાત કરવામાં આવી હતી. હાલમાં
તપાસની કાર્યવાહી ચાલુ હોવાથી વધુ કરચોરી પકડાવાની શક્યતા હોવાનુ જીએસટી વિભાગના સૂત્રો
પાસેથી જાણવા મળ્યુ હતુ. ઉલ્લેખનીય છે કે,
સ્ટેટ જીએસટી વિભાગે રાજ્ય વ્યાપી દરોડામાં ૪૧ વેપારીઓના ૫૬ સ્થળો ઉપર દરોડા પાડયા
હતા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.