સાયલા ની નાનચંદ્રજી મહારાજ પે સેન્ટર સ્કૂલ નંબર-૩ માં શિક્ષણની સમજ,સંગીત અને રમજાન મહિનાની સમજ સાથે બાળકોમાં વિવિધ સહઅભ્યાસિક પ્રવૃતિથી માહિતગાર કરવામાં આવ્યા.
શ્રી નાનચંદ્રજી મહારાજ પે સેન્ટર સ્કૂલ નંબર-૩ સાયલામાં પ્રાર્થના કાર્યક્રમમાં શિક્ષણની સમજ,સંગીત અને રમજાન મહિનાની સમજ સાથે બાળકોમાં વિવિધ સહઅભ્યાસિક પ્રવૃતિથી માહિતગાર કરવા માટે ગામના શિક્ષણ પ્રેમી વ્યક્તિઓને બોલાવવામાં આવ્યા હતા અને સાથે દીકરીઓના ઇનામ વિતરણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.
સ્કૂલના આચાર્યશ્રી દ્વારા પધારેલ સૌને આવકારવામાં આવ્યા અને ટુંકો પરિચય આપી બાળકોને શિક્ષણના મહત્વ વિશે વાત કરી હતી.
સાયલાની મધ્યસ્થે આવેલ પૂજ્ય એલ.એમ.વોરા કોલેજના પ્રિન્સિપાલ અને શિક્ષણવિદ્દ ચૈતન્યભાઈ વ્યાસ દ્વારા દીકરીઓને શિક્ષણની તાકાત અને તેના મહત્વ વિશે વાત કરીને દરેક દીકરી ઓછામાં ઓછું કોલેજ સુધીનું ભણતર પૂર્ણ કરે જ તેવુ ભાર સાથે વિનવ્યુ હતું.શિક્ષણ થકી આમૂલ પરિવર્તન લાવેલ વિવિઘ મહાનુભાવોના ઉદાહરણો દ્વારા હળવી શૈલીમાં વાત દ્વારા માહિતગાર કર્યા હતા.
સાયલા ગામના,નાનચંદ્રજી મહારાજ સ્કૂલના ભૂતપૂર્વ વિદ્યાર્થી અને હાલ શિરવાણીયા ગામમાં શિક્ષક તરીકે ફરજ બજાવતા અને સંગીતમાં સારી નામના ધરાવતા શ્રી નાસિરખાન જરગેલા દ્વારા બાળકોને શિક્ષણ અને સંગીતના તાદાત્મ્ય વિશે વાત કરી હતી.તેઓશ્રીએ જણાવેલ કે સંગીતને જીવન શૈલી સાથે વણી લેવું જોઈએ,સંગીત થકી માણસનો થાક,નિરાશા,હતાશા અને કંટાળો દૂર થાય છે.સંગીત દ્વારા પોતાના જીવનમાં આગળ વધીને નામના મેળવેલ વિવિધ સંગીતકારો,ગાયકોના ઉદાહરણો આપ્યા હતા.બાળકમાં રહેલ કલાને બહાર લાવીને વિશ્વ ફલક સુધી પહોંચાડનાર ગુરુજીઓને યાદ કર્યા હતા.
સાયલા મુસ્લિમ સમાજ અગ્રણી શ્રી બલ્લુભાઈ પઠાણ દ્વારા રમજાન મહિનો અને સર્વધર્મ સમભાવ વિશે ઉત્તમ વાત કરી હતી.રમજાનના રોજા સાથે વિજ્ઞાનને વણીને તેનાથી થતા શારીરિક લાભો વિશે જણાવ્યું અને દરેક ધર્મના તહેવારો અને દરેક ધર્મના ગ્રંથો વિશે સમજ આપવામાં આવી હતી.
સ્કૂલની દીકરીઓએ અગાઉ લીધેલ સાંસ્કૃતિક કાર્યક્રમોના ઇનામ વિતરણ કરીને પ્રોત્સાહિત કર્યા હતા.આચાર્યશ્રી ભરતસિંહ દ્વારા સૌનો આભાર માન્યો અને દીકરીઓને ઉત્તમ અને ઊંચા ધ્યેય સાથે આગળ અભ્યાસ કરવા જણાવ્યું હતું.
રિપોર્ટર : રણજીતભાઈ ખાચર
સાયલા, જી, સુરેન્દ્રનગર
આ પ્રકારના તમામ સમાચાર માટેે
