સુદામડા ખાતે સામુહિક આરોગ્ય કેન્દ્ર માં હેલ્થ મેળો યોજાઈ ગયો. - At This Time

સુદામડા ખાતે સામુહિક આરોગ્ય કેન્દ્ર માં હેલ્થ મેળો યોજાઈ ગયો.


સુદામડા સામુહિક સાયલા ના સુદામડા સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે "આયુષ્યમાન ભારત" અંતર્ગત જન સમુદાયને ઉત્કૃષ્ટ આરોગ્ય સેવાઓ મળી રહે, તથા ગંભીર પ્રકારના રોગોનું વહેલું નિદાન તથા ત્વરિત સારવાર થાય તે હેતુ માટે સામુહિક આરોગ્ય કેન્દ્ર સુદામડા દ્વારા હેલ્થ મેળાનુ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સી.યુ શાહ મેડીકલ કોલેજ સુરેન્દ્રનગર નાં તજજ્ઞ ડોકટર્સ દ્વારા સેવા આપવામાં આવી હતી.

સામુહિક આરોગ્ય કેન્દ્ર સુદામડા હેલ્થ મેળા માં બાળરોગ નિષ્ણાંત, સ્ત્રીરોગ નિષ્ણાંત, મેડીસીન વિભાગ, ઓર્થોપેડિક વિભાગ, સર્જરી વિભાગ,ઈ.એન.ટી વિભાગ, આંખના વિભાગ, માનસિક રોગ વિભાગ, સ્કિન વિભાગ ના ડોકટરો દ્વારા સેવા આપવામાં આવી હતી.
સુદામડા ગ્રામ્ય વિસ્તાર અને આજુબાજુના વિસ્તારના લાભાર્થીઓને બહોળી સંખ્યામાં કેમ્પનો લાભ લીધો હતો.

રિપોર્ટર: રણજીતભાઈ ખાચર .
સાયલા, જી, સુરેન્દ્રનગર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image