ધજાળા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર માં આગ લગતા મોટુ નુકસાન.
સાયલાના ધજાળા ગામે પીએચસી સેન્ટરમાં મોડી રાત્રે અચાનક આગ લાગી હતી. પગપાળા નીકળતા યાત્રાળુંઓ આ આગ ને જોઈ જતા તાત્કાલિક સ્થાનિક ડોક્ટર દલપતભાઈ ને જાણ કરી હતી. જેમાં વિના વિલંબે દલપતભાઈ સ્થાનિકો ની મદદ થી પાણીનું ટેન્કર દ્વારા આગ ને કાબુ માં લાવવાના પ્રયત્નો કર્યા હતાં.પરંતુ આગ વિકરાળ લાગી હતી. આગ કાબુમાં આવે તે પહેલા સર સામાન બળીને ખાક થયો હતો. હાલ આરોગ્ય વિભાગ દ્વારા પંચરોજ કામ કરી યોગ્ય કારણ જાણવા તપાસ શરૂ કરવામાં આવી છે.
. ધજાળા પીએચસી સેન્ટરમાં રહેલા વેક્સિન, ચાર કોમ્પ્યુટર, બે ફ્રીજ, સ્ટેબિલાઈઝર, રેકોર્ડ, ટેબલ, ખુરશી સહિત આગમાં બળીને નાશ પામ્યા હતા. સ્થાનિક લોકોને આગની જાણ થતા પાણીનો મારો ચલાવ્યો હતો. આગ કાબુમાં આવે તે પહેલાં ડોક્ટર સહિત ગ્રામજનો હાજર રહી નુકસાન બાબતે તેમજ આગનું કારણ બાબતે તપાસ કરી રહ્યા છે.
હાલ આગનું કારણ શોર્ટ સર્કિટથી થયા હોવાનું અનુમાન લગાવી રહ્યું છે. હાલ આરોગ્ય વિભાગ દ્વારા પંચરોજ કામ કરી યોગ્ય કારણ જાણવા તપાસ શરૂ કરવામાં આવી છે.
રિપોર્ટર : રણજીતભાઈ ખાચર.
સાયલા જી, સુરેન્દ્રનગર
આ પ્રકારના તમામ સમાચાર માટેે
