સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ પોલીસ સ્ટેશન ખાતે ડી. વાય. એસ. પી. શ્રી રબારી સાહેબ દ્વારા ચૂંટણીલક્ષી બેઠકનું આયોજન*
થાનગઢ: સુરેન્દ્રનગર જિલ્લામાં નગરપાલિકાની ચૂંટણીના ગણતરીના દિવસો બાકી છે ત્યારે અત્રેના પોલીસ સ્ટેશન ખાતે એક અગત્યની બેઠક યોજવામાં આવી હતી. આમ તો ચૂંટણી યોજવા માટે ચૂંટણી અધિકારી તરીકે નિયંત્રણ અઘિકારીઓ હોય જ છે અને સત્તાધીશો દ્વારા પેટા વિભાગીય અધિકારીઓની ઉમેદવારો માટે ચૂંટણી અઘિકારી તરીકે નિમણૂંક કરવામાં આવતી હોય છે. આમ છતાં ચૂંટણી દરમિયાન પ્રજામાં શાંતિનું વાતાવરણ જળવાય અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેની તકેદારી પોલીસ ડિપાર્ટમેન્ટ દ્વારા રાખવામાં આવતી હોય છે. આ અંતર્ગત થાનગઢ પોલીસ સ્ટેશનમાં ડીવાયએસપી શ્રી રબારી સાહેબ દ્વારા એક બેઠક પ્રજામાં સમજ ઊભી કરવા માટે બોલાવવામાં આવી હતી. શ્રી રબારી સાહેબે ઉપસ્થિતોને સમજ આપી હતી કે ચૂંટણી દરમિયાન કોઈ અઘટીત બનાવ ન બને તેમજ આગેવાનો પહેલ કરીને કોઈ અગમ્ય કારણસર વાતાવરણ બગડે નહીં તથા કોઈપણ ગેરકાનૂની પ્રવૃત્તિ કરે નહીં તે માટે કાળજી રાખે અને રખાવે. આથી ગુનાઓ નોંધવાનું નિવારી શકાય અને ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય. આ બેઠકમાં અંદાજે સો જેટલા આગેવાનો તથા જુદા જુદા વિસ્તારના નાગરિકો હાજર રહ્યા હતા.
આ પ્રકારના તમામ સમાચાર માટેે
