થાનગઢ: તા: 5/2/2025 ના રોજ શ્રી વરિયા પ્રજાપતિ
થાનગઢ: તા: 4/2/2025 ના રોજ શ્રી વરિયા પ્રજાપતિ સમાજ દ્વારા આયોજિત 38 માં સમૂહ લગ્નોત્સવ નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સોમવારે મંડપ રોપણ કરાયેલ તથા મંગળવારે સમૂહ લગ્ન વખતે વરિયા પ્રજાપતિ સમાજ ના ૨૨ નવદંપતિ ઓ એ પ્રભુતા માં પગલાં પાડ્યા હતા. જેઓને આશીર્વાદ દેવા પ.પૂ. શ્રી રાજેન્દ્રગીરી બાપુ (શ્રી વાસુકીદાદા ની જગ્યા, થાન), પદ્મ શ્રી શાહબુદીન રાઠોડ, પૂર્વ ધારાસભ્ય શ્રી ઋત્વિક ભાઈ મકવાણા, વર્તમાન ધારાસભ્ય શ્રી શામજી ભાઈ ચૌહાણ, આમ આદમી પાર્ટી ના લોકપ્રિય નેતા શ્રી રાજુભાઇ કરપડા ઉપરાંત સમાજ ના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર પ્રસંગ ની પૂજા વિધિ શ્રી જગદીશ ભાઈ ગોરે કરાવી હતી. પ્રજાપતિ સમાજ દ્વારા સોના - ચાંદી ના દાગીના સહિત ૮૫ થી વધુ વસ્તુ કરિયાવર આપવા મા આવ્યો હતો સમગ્ર કાર્યક્રમ ને સફળ બનાવવા સમસ્ત વરિયા પ્રજાપતિ સમાજ, થાનગઢ દ્વારા ખૂબ જ જહેમત ઉઠાવવામાં આવી હતી. રિપોર્ટર જયેશભાઇ મોરી
આ પ્રકારના તમામ સમાચાર માટેે
