20 લાખ રૂપિયા ની ચોરીમાં દાહોદ લોકલ ક્રાઇમ બ્રાન્ચ (એલસીબી) પોલીસને મળેલ સફળતા આરોપી જેલના સળિયા પાછળ - At This Time

20 લાખ રૂપિયા ની ચોરીમાં દાહોદ લોકલ ક્રાઇમ બ્રાન્ચ (એલસીબી) પોલીસને મળેલ સફળતા આરોપી જેલના સળિયા પાછળ


દાહોદ મા નંદન જ્વેલર્સ થી કોહીનુર પાન ની વચ્ચે 20 લાખ રૂપિયા ની બેગ ની ઉઠાન્તરી થયેલ હોય જેની ચોરીની ફરિયાદ એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે નોંધાતા પોલીસ તંત્ર તથા લોકલ ક્રાઇમ બ્રાન્ચ (એલસીબી) પોલીસ મહાનીરિક્ષક આર. વી.અસારી પંચમહાલ ગોધરા રેન્જ ની સૂચના હેઠળ દાહોદ જિલ્લા પોલીસ વડા ડૉ રાજદિપસિંહ ઝાલા ના માર્ગદર્શન અનુસાર નેત્રમ તથા હ્યુમન સોર્શિશ ના માધ્યમથી તપાસ કરતા કોહિનૂર પાન કોર્નર ના માલિક સલાઉદ્દીન નસરુદ્દીન મલેક ની ઉપર શંકા જતા તેની તપાસ હાથ ધરેલ હોય વિશ્વાસમાં લઈ યુક્તિ પ્રયુક્તિથી ઘનિષ્ઠ પૂછપરછ કરતા તેઓની દુકાનની બાજુમાં શટલ પાસે થેલી પડેલી જોઈ એ થેલી તેઓ રાત્રે દુકાન બંધ કર્યા બાદ ઘરે લઈ જઈ જોતા તેમાં રૂપિયા ભરેલ હોય પોતાના ઘરમાં તિજોરીમાં મૂકી દીધેલીની કબુલાત કરેલ હતી જેમાં રિઝર્વ બેન્ક ની 500ના દરની ₹4,000 નંગ એટલે કે 20 લાખ રૂપિયા સો ટકા ફ્રી કવર કરી ચોરીનો ભેદ ઉકેલવામાં એલસીબી પોલીસ તથા પોલીસ તંત્રને સફળતા મળી ચોરને જેલના સળિયા પાછળ ધકેલવામાં આવ્યો હતો.


8200181542
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.